દારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુ

ગોંડલનાં રીબડા પાસે આવેલ કારખાનામા કામ કરતો શ્રમીક યુવાન દારૂનાં નશામા કારખાનાનાં છજા પર બેસી હવા ખાતો હતો. તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા…

ગોંડલનાં રીબડા પાસે આવેલ કારખાનામા કામ કરતો શ્રમીક યુવાન દારૂનાં નશામા કારખાનાનાં છજા પર બેસી હવા ખાતો હતો. તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ સારવાર મળે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત અનુસાર ગોંડલનાં રીબડા ચોકડી પાસે આવેલ સનલાઇટ ઇન્ડસ્ટ્રીઝમા આવેલા કારખાનામા કામ કરતો સેવારામ બહાદુરસિંહ ધાકડ નામનો 30 વર્ષનો શ્રમીક યુવાન કારખાનાનાં છજા પર બેઠો હતો. ત્યારે અકસ્માતે નીચે પટકાતા બેભાન હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે જ યુવકે દમ તોડી દેતા શ્રમીક પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન મુળ મધ્યપ્રદેશનો વતની હતો. અને પાંચ ભાઇમા નાનો હતો. તેને સંતાનમા એક પુત્ર અને ચાર પુત્રી છે. મૃતક યુવાન દારૂનાં નશામા કારખાનાનાં છજા પર બેઠો બેઠો હવા ખાતો હતો. ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *