શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં યુવાનને દારૂડિયા શખ્સે માથામાં પથ્થર ઝીંકી દેતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, દૂધસાગર રોડ પર આવેલા શિવાજીનગર શેરી નં.7માં રહેતો સંજય જયંતિભાઈ પરમાર (ઉ.30) નામનો યુવાન આજે બપોરે પોતાના ઘરે હતો ત્યારે પાડોશમાં રહેતાં અને દારૂ પીવાની ટેવ ધરાવતાં સંજય નામના શખ્સે દારૂના નશામાં ઘરે ધસી આવી પથ્થર વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
