જૂનાગઢમાં એનસીસી કેમ્પસમાં ઘુસી પીધેલાએ મહિલા પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી ધમકી આપી

શહેરમાં એનસીસી બટાલિયન કેમ્પસમાં બુધવારની રાત્રે ઘૂસી દારૂૂ પીધેલી હાલતમાં ક્લાર્કે મહિલા પોલીસકર્મીઓને ધમકી આપી સુબેદારને ગાળો ભાંડી હતી. પોલીસે 2 ગુનામાં શખ્સની ધરપકડ કરી…

શહેરમાં એનસીસી બટાલિયન કેમ્પસમાં બુધવારની રાત્રે ઘૂસી દારૂૂ પીધેલી હાલતમાં ક્લાર્કે મહિલા પોલીસકર્મીઓને ધમકી આપી સુબેદારને ગાળો ભાંડી હતી. પોલીસે 2 ગુનામાં શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બીલખા રોડ પર આવેલા 8-ગુજરાત એનસીસી બટાલિયનના સુબેદાર સંતોષ રામચંદ્ર શિંદેની ફરિયાદ અનુસાર બુધવારે રાત્રિના 10 વાગ્યાની આસપાસ, હેડ ક્વાર્ટરના મહિલા પોલીસ કર્મી મનીષાબેન ભીમસીભાઈ અને સાવિત્રીબેન રમેશભાઈ મજીઠીયા એનસીસી કેમ્પસના ગેટ પર ગાર્ડ તરીકે ફરજ પર હતા.

આ દરમિયાન એનસીસી ઓફિસમાં છેલ્લા દોઢ-બે મહિનાથી જુનિયર ક્લાર્કની નોકરી કરતો અને મેઘાણીનગરમાં ભાડાના મકાનમાં રહેતો કેતન મનુભાઈ સાગર દારૂૂ પીધેલી હાલતમાં કેમ્પસની દીવાલ કૂદીને અંદર ઘૂસી આવ્યો હતો. તેણે કોઈ પણ કારણ વગર મહિલા પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી કરી ગાળો બોલી ’હું તમને જોઈ લઈશ’ તેવી ધમકી આપતા ગાર્ડ કમાન્ડર હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લાલજીભાઈ પરમારે શખ્સને પકડી લીધો હતો.

ઘટના સમયે હાજર સુબેદાર સંતોષ શિંદેએ કેતનને દારૂૂ પીવા બાબતે જવાબ આપવા કહ્યું, ત્યારે શખ્સે તેને પણ ગાળો ભાંડી હતી. આ મામલે જાણ કરતા 112ની ટીમ મારફત સી ડીવીઝન પોલીસે કેતન સાગર વિરુદ્ધ એનસીસી કેમ્પસમાં ઘૂસી મહિલા પોલીસને ધમકી, સુબેદારને ગાળો કાઢવાનો અને કેફી પીણું પીવાનો ગુનો નોંધી તેની અટક કરી આગળની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *