કુલ 100થી વધારે પાકિસ્તાની-ઇરાની નાગરિકોની ધરપકડ, કોસ્ટગાર્ડ, NCB-ATS-DRIની સંયુક્ત કામગીરીથી સફળતા મળી
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકિનારે અને બંદરો પરથી અંદાજે 70,000 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ સાથે 100થી વધારે પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ કરાઈ છે. આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધી માત્ર કચ્છ પોલીસે જ 113.56 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
જાન્યુઆરીથી નવેમ્બર 2024 દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
નાર્કોટિક્સના ટોચના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં 2020માં 5956 કરોડ રૂૂપિયા રૂૂપિયાનું અને 20,000 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ એમ બે મોટી ખેપ પકડાઈ હતી. 2021માં 21,000 કરોડ રૂૂપિયાનું અને 3 હજાર કરોડ રૂૂપિયાનું એમ 2 ડ્રગ્સની બે મોટી ખેપ ઝડપાઈ હતી. 2022માં એક સાથે 2000 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યાર બાદ ત્રણ અલગ અસગ રેડમાં તબક્કાવાર 500 કરોડ રૂૂપિયા, 700 કરોડ રૂૂપિયા અને 1 હજાર કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું.
વર્ષ 2023માં 5000 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે વર્ષ 2024ની શરૂૂઆતમાં જ ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા કલકત્તાના એક પોર્ટ પરથી ગુજરાતમાં લવાતું 200 કરોડ રૂૂપિયાથી વધારેનું ડ્રગ્સ જપ કર્યું હતું. ત્યાર પછી કોસ્ટગાર્ડની મદદથી એટીએસ અને એનસીબીની ટીમે 700 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપની માંથી 5000 કરોડનું કોકેન પણ જપ કર્યું હતું.
ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ માફિયાઓનાં હોટ ફેવરીટ બની ગયાં છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડીલીવરી કરાય છે.
એનસીબીના ભૂતપૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારી અને નાર્કોટિક્સના નિષ્ણાત મોહનીશ ભલાએ જણાવ્યું કે, પગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયા માટે સોફ્ટ સ્પોટ હતું અને હવે ડ્રગ્સના લેન્ડિંગ માટેનું હબ બનતું ગયું છે.