ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અલગ-અલગ કેસમાં બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી અને 15 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક કેનાબીસ નામના ડ્રગ્સનો જથ્થો જપ્ત કયોર્ર્ હતો.
પ્રથમ કિસ્સામાં, ડીઆર આઈએ જણાવ્યું હતું કે એક ફરમિંહલર આધારે, અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો. પેસેન્જરના ચેક-ઇન સામાનની તલાશી લેવા પર, નાસ્તાના અનાજના 10 પેકેટ ધરાવતી ચાર કાપડની થેલીઓ મળી આવી હતી.
ડીઆરઆઈના નિવેદન મુજબ આ પેકેટોની અંદરથી એક લીલોતરી, ગઠ્ઠોવાળો પદાર્થ મળી આવ્યો હતો. અધિકારીઓએ બાદમાં સામગ્રીનું પરીક્ષણ કર્યું હતું, જેના પછી પુષ્ટિ થઈ હતી કે પદાર્થ કેનાબીસ હતો, જેને સામાન્ય રીતે મારિજુઆના તરીકે ઓળખવામાં આવે છે, આ ડ્રગ્સનું વજન 9.2 કિલો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂૂ. 9 કરોડથી વધુ છે
અન્ય એક કિસ્સામાં, ઉછઈં એ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ સાથેના સંયુક્ત ઓપરેશનમાં, થાઇલેન્ડના નાગરિકને અટકાવ્યો હતો અને તેના સામાનમાંથી રૂૂ. 6 કરોડની કિંમતનું 6 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓની એનડીપીએસ એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
