પાંચ વર્ષમાં પકડાયેલ 53 લાખના ડ્રગ્સનો નાશ

જામનગર જિલ્લાના એસ.પી.ની અધ્યક્ષતામાં યોજાયેલી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ મુજબના જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પકડવામાં આવેલા ડ્રગ્સના કુલ-48 ગુનાનો…

જામનગર જિલ્લાના એસ.પી.ની અધ્યક્ષતામાં યોજાયેલી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ મુજબના જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પકડવામાં આવેલા ડ્રગ્સના કુલ-48 ગુનાનો અંદાજે .રૂૂ.53,04,955 ની કિંમતના જથ્થા નો નાશ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા તેમજ એસ.ઓ.જી. ના પી .આઈ. બી એન. ચૌધરી વગેરેની હાજરીમાં ભચાઉ કચ્છ નજીક આવેલા જૂના કટારીયા ગામ પાસે એક ખાનગી કંપનીની ભઠ્ઠીમાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.

રાજકોટ રેન્જ ના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની રાહબરી હેઠળ જામનગર પોલીસ અધિક્ષક તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય જયવિરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય બી.એન.ચૌધરીના સંકલન દ્વારા જામનગર જિલ્લામાં દાખલ થયેલા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ દાખલ થયેલા ગુનાઓમા કબ્જે કરલા મુદ્દામાલને નાશ કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. જામનગર જિલ્લામાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાઓ પૈકી કુલ-48 ગુનાઓની કોર્ટમાંથી એન.ડી.પી.એસ. એક્ટ કલમ પર(એ) મુજબ નાશ કરવા માટેની મંજુરી મેળવવામાં આવી હતી.

જેમા નાશપાત્ર મુદ્દામાલ કે જેમાં માદક પદાર્થ ગાંજો 176,795 કીલોગ્રામ (કિ.રૂૂ.16,36,405) તથા મેફેડ્રોન પાવડર 219.4 મીલીગ્રામ (કિ.રૂૂ.21,94,000) તથા એમ.ડી.એમ.એ પાવડર 59 ગ્રામ (કિ.રૂૂ.5,90,000), તથા અફીણ 192 ગ્રામ (કી.રૂૂ .5,700) તથા ચરસ 5.859 કીલો ગ્રામ (કી.રૂૂ.8.78.850) મળી કુલ કિ.રૂૂ.53,04,955 નો મુદામાલ મે.સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેકટ પ્રા.લી. કે જે જુના કટારીયા ગામ, તા.ભચાઉ જીલ્લો કચ્છ (ભુજ) ખાતે આવેલી છે. જે ઉચ્ચ તાપમાન વાળી ભઠ્ઠીમાં નાખીને કાયદેસરની કાર્યવાહીથી નાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી, પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર, અને એ.વી.ખેર તથા એસ.ઓ.જી. ના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *