જામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડો

જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું દુષણ વધુ ફેલાયું છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત તા. 28/06/2026ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં…

જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું દુષણ વધુ ફેલાયું છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત તા. 28/06/2026ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દરોડા અને પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર દારૂના સંગ્રહ, હેરાફેરી અને દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી.

સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારૂ કંસારા હોલ પાછળ મંગલઘામ સોસાયટી નજીક પ્રથમ દરોડો પાડી આરોપી રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 288 શીલબંધ ચપટાઓ કિંમત રૂ. 28,800નો જથ્થો કબજે કરી ગુનો નોંધવામાં આવ્યો હતો. સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધરારનગર ખાતે આરોપી ઈરફાન જુણેજાના રહેણાંક મકાનમાંથી બેગપાઈપર ડીલક્સ વ્હિસ્કીની ચાર બોટલ કિંમત રૂ. 2,260 સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો.

સીટી સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ વચ્ચે એલ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી આરોપી અજય ચરણગીરી ગૌસ્વામીની ધરપકડ કરી હતી, જ્યારે રમેશ ઉર્ફે મારૂતીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી વિદેશી દારૂ, મોબાઈલ ફોન તથા મોટરસાયકલ સહિત કુલ રૂ. 57,721નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળી ચારણનેશ ગામે દરોડા દરમિયાન આરોપી પુનીબેન બોઘાભાઈ ચારણ વિરુદ્ધ દેશી દારૂ તથા દારૂ બનાવવાનો કાચો આથો મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી સ્થળ પરથી મળી આવી ન હતી.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામપર ગામની સીમમાં બે અલગ-અલગ સ્થળોએ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી સુખજીભાઈ ભીમાભાઈ વિજાણી તથા મીયાજણભાઈ પીઠાભાઈ વિજાણી સામે ગુના નોંધવામાં આવ્યા છે. સ્થળ પરથી દેશી દારૂ, કાચો આથો તથા દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ. 8,030 તથા રૂ. 7,180નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન કાયદાના કડક અમલ માટે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તથા ગેરકાયદેસર દારૂના ધંધા સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *