શહેરમાં ‘ડ્રોન’એ મચ્છરોના 8298 ઘરનો કર્યો ખાત્મો

રાજકોટના વોંકળા, નાળા અને આજી નદી કાંઠા આસપાસ મચ્છરોનો ઉપદ્રવ અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા હાઇટેક ડ્રોન ટેકનોલોજી અજમાવવામાં આવી રહી છે. મચ્છરોનું બ્રિડીંગ શોધવા…

રાજકોટના વોંકળા, નાળા અને આજી નદી કાંઠા આસપાસ મચ્છરોનો ઉપદ્રવ અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા હાઇટેક ડ્રોન ટેકનોલોજી અજમાવવામાં આવી રહી છે. મચ્છરોનું બ્રિડીંગ શોધવા ડ્રોનનો ઉપયોગ થાય છે અને બાદમાં ડ્રોનથી જ દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડીયિામાં ડ્રોને મચ્છરના વધુ 8298 ઘર શોધી દવા છંટકાવથી તેનો ખાત્મો કરવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણ હેઠળ છેલ્લા અઠવાડીયામાં ફિલ્ડવર્કર, અર્બન આશા તથા MPHW દ્વારા કુલ1,91,587 ઘરોમાં પોરાનાશક કામગીરીકરવામાં આવી છે. તેમજ ફિલ્ડવર્કરો દ્વારા695 ઘરોમાં ફોગીંગ કામગીરીકરવામાં આવેલ છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાયના532પ્રીમાઇસીસ, જેમાં બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારનાડેલા, સેલર, હોલ/વાડી/પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરેનો સમાવેશ થાય છે, તેની મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવી છે. જેમાં મચ્છર ઉત્પત્તિ અંગેરહેણાંક વિસ્તારમાં 318 તથા કોમર્શિયલ વિસ્તારમાં 92 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.

મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત કામગીરીની સાથેડ્રોન ટેકનોલોજી અને એઆઇ આધારિત સર્વેલન્સનો ઉપયોગકરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળોની ઓળખ તથા જરૂૂરી સ્થળોએ જંતુનાશક દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. અઠવાડીયામાં કુલ 161.85 ચો.કિ.મી. વિસ્તાર પૈકી અત્યાર સુધીમાં (વોર્ડ નં. 1, 3, 4, 5 11, 13, અને 18 માં 72.64ચો.કિ.મી. વિસ્તારમાં સર્વે કામગીરીકરવામાં આવી રહી છે.

ડ્રોન દ્વારા કરવામાં આવેલ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં કુલ8,298 સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળો(Breeding Sources) શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં 3581સ્થળો ક્ષેત્રિય કાર્મચારીઓ દ્વારા દવા છંટકાવ / સોર્સરીડકશનની કામગીરી હેઠળ આવરીલીઘેલ છે. ડ્રોન દ્વારા જંતુનાશક દવાના છંટકાવની કામગીરીમાં વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા વોકળા, નદીના પટ વિસ્તારના નાના-મોટા ખાડા-ખાબોચિયા, પાણી ભરાવવાળા સ્થળો તથા અન્ય સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળોને આવરી લેવામાં આવ્યા છે.ખાસ કરીને જ્યાં પરંપરાગત પદ્ધતિથી દવા છંટકાવ કરવો મુશ્કેલ અથવા જોખમી હોય તેવા સ્થળોએ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહકજન્યરોગોના નિયંત્રણ માટેઆધુનિક ડ્રોન ટેકનોલોજી, એઆઇ આધારિત સર્વેલન્સ, મચ્છર ઉત્પત્તિ સ્થળોની ઓળખ અને જંતુનાશક દવા છંટકાવ જેવી કામગીરીને સંકલિત રીતે અમલમાં મૂકી મચ્છરજન્યરોગોના નિયંત્રણ માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *