કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.62.50નો વધારો, મોંઘવારી ભડકશે

ઓક્ટોબર મહિનો ઘણા ફેરફારો સાથે શરૂૂ થયો છે અને પહેલા જ દિવસે મોંઘવારીનો જોરદાર ફટકો પડ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર, 2026ના રોજ વહેલી…

ઓક્ટોબર મહિનો ઘણા ફેરફારો સાથે શરૂૂ થયો છે અને પહેલા જ દિવસે મોંઘવારીનો જોરદાર ફટકો પડ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબર, 2026ના રોજ વહેલી સવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો હતો અને નવા દરો જાહેર કર્યા હતા, જેના કારણે તહેવારોની મોસમ પહેલા તે વધુ મોંઘા થયા હતા. ઓઇલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 62.50નો વધારો કર્યો છે.
અગાઉ સપ્ટેમ્બરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દરમિયાન તેના ભાવમાં ₹9.50નો વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી તેની કિંમત ₹2,747.50 થઈ ગઈ હતી. હવે 1 ઓક્ટોબરે 62.50ના વધારા પછી ભાવ 2,810 પર પહોંચી ગયો છે.

બીજી તરફ, કેન્દ્ર સરકારે સતત બીજી વખત ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF ) પરની નિકાસ જકાતમાં ઘટાડો કર્યો છે. નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, 1 ઓક્ટોબરથી અમલમાં આવતી નવી વ્યવસ્થા હેઠળ ડીઝલ પરની નિકાસ જકાત ₹16 પ્રતિ લિટર અને ATF પર ₹10.5 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે.

અગાઉના પખવાડિયામાં ડીઝલ પરની જકાત ₹20 પ્રતિ લિટર હતી; તેમાં ₹4 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. તે જ સમયે, ATF પરની જકાત ₹15 થી ઘટાડીને ₹10.5 પ્રતિ લિટર કરવામાં આવી છે. પેટ્રોલ પરની નિકાસ જકાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે ₹0.5 પ્રતિ લિટર યથાવત છે. 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલ પરની નિકાસ જકાતમાં કુલ ₹9 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ATF પરની જકાતમાં ₹8.5 પ્રતિ લિટરનો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *