કોટડાસાંગાણીના અરડોઇ ગામે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત

રસ્તામાં વિદ્યાર્થીઓ આડા ઉતરતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લિપ થયુ’તુ કોટડાસાંગાણીના અરડોઇ ગામે રહેતો યુવાન પોતાનુ બાઇક લઇ ગામમાંથી પસાર થઇ રહ્યો હતો.…

રસ્તામાં વિદ્યાર્થીઓ આડા ઉતરતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઇક સ્લિપ થયુ’તુ

કોટડાસાંગાણીના અરડોઇ ગામે રહેતો યુવાન પોતાનુ બાઇક લઇ ગામમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક વિદ્યાર્થીઓ રસ્તામાં આડા ઉતરતા યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું. જે અકસ્માતમાં ઘવાયેલા બાઇક ચાલક યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણી તાલુકાના અરડોઇ ગામે રહેતો કેતન મનસુખભાઇ સાંગાણી નામનો 29 વર્ષનો યુવાન પોતાના ગામમાંથી બાઇક લઇને પસાર થઇ રહ્યો ત્યારે બાઇક સ્લીપ થયુ હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા યુવકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં કેતન સાંગાણી પોતાનુ બાઇક લઇ જઇ રહ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ અચાનક આડા ઉતરતા કેતન સાંગાણીએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *