માળિયા નેશનલ હાઈવે પર આગળ જતા ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
પાટણ જીલ્લાના ગરમડી ગામે રહેતા બળવંતસિંહ ઉમેદસિંહ જાડેજાએ ટ્રક જીજે 39 ટી 4194 ના ચાલક રીલું પ્રધાન અરબિંદા પ્રધાન (ઉ.વ.27) રહે ઓડીસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે રીલુંપ્રધાન નામના ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી કંડલા મોરબી નેશનલ હાઈવે પર મીઠાના કારખાના પાસે આગળ જતા ફરિયાદીના ટ્રક જીજે 11 ટીટી 1211 પાછળ ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં આરોપી ટ્રક ચાલક રીલુંપ્રધાન અરબિંદા પ્રધાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
