ઢાંઢિયા પાસે બાઈક રોજડા સાથે અથડાતા ચાલકનું મોત

ત્રંબા ગામે નોકરી ઉપર જતાં આધેડને નડ્યો જીવલેણ અકસ્માત શહેરની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે રહેતા આધેડ બાઈક લઈને ત્રંબા ગામે નોકરી ઉપર જતાં હતા ત્યારે…

ત્રંબા ગામે નોકરી ઉપર જતાં આધેડને નડ્યો જીવલેણ અકસ્માત

શહેરની ભાગોળે આવેલા ઢાંઢિયા ગામે રહેતા આધેડ બાઈક લઈને ત્રંબા ગામે નોકરી ઉપર જતાં હતા ત્યારે રસ્તામાં રોજડુ આડુ ઉતરતા બાઈક રોજડા સાથે અથડાયુ હતું. અકસ્માતમાં ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આબનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઢાંઢિયાગામે રહેતા પરસોતમભાઈ મેઘજીભાઈ મેર ઉ.વ.50 પોતાનું બાઈક લઈ ત્રંબા ગામે હાર્ડવેરની દુકાને નોકરી પર જતા હતા ત્યારે રાત્રીના સાડા આઠેકવાગ્યાના સમયે રોજડુ અચાનક રસ્તા પર દોડી આવતા બાઈક રોજડા સાથે અથડાયુ હતું. અકસ્માતમાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *