જામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોત

સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો જામનગરમાં અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઈક ચાલકને ઠોકરે લેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી…

સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

જામનગરમાં અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઈક ચાલકને ઠોકરે લેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં ગરીબ નવાઝ પાર્ક શેરી નં.2માં રહેતો ઈસરાઈલ ઈકબાલભાઈ સમા (ઉ.30) નામનો યુવાન ગત તા.26નાં રાત્રે જામનગરમાં નુરી પાર્કમાં રહેતાં તેના સંબંધીના ઘરે બેસવા માટે ગયો હતો. જ્યાંથી બાઈક પરત પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈસરાઈલને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં પ્રથમ જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર દરમિયાન આજે હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી એકની એક દીકરીએ પિતાની છત્ર છાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *