દારુ અને કાર સહિત રૂા.5.87 લાખનો મુદ્દામાલ કબજે
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ની નિમણુંક બાદ દારુ જુગાર અને ટ્રાફિક નાં મામલે ’ આકરી’ બનેલી પોલીસે ધોંસ બોલાવી વિદેશી દારુ સાથે રુ.5,87,134નો મુદ્દામાલ જડપી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન નાં પીઆઇ. જે.પી રાવ તથા સ્ટાફ નાં મદનસિંહ ચૌહાણ શક્તિસિંહ જાડેજા,સુરપાલસિહ,ઓમદેવસિંહ, વિપુલભાઈ, હિતેન્દ્રસિંહ,નીમુબેન સહિત નાં સ્ટાફે જીજે આરકે 9551 નંબર ની હોન્ડા સીટી કાર ને રોકી તલાસી લેતા પાછલી સીટ પાછળ બનાવેલા ચોર ખાના માંથી રુ.87,134 ની કિંમત ની વિદેશી દારુની 87 બોટલ મળી આવતા પોલીસે કાર સહિત રુ.5,87,134 નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક ગોંડલ નાં નાગડકા રોડ પર આવેલી તિરુમાલા ગોલ્ડ રેસીડેન્સી માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા રવિ અરજણભાઇ પરમાર ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
