100ની સ્પિડે દારૂ ભરેલી કાર ચલાવી યુવાનનું મોત નિપજાવનાર ચાલકની ધરપકડ

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સરધાર આઉટ પોસ્ટ પાસે પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી જાહેરનામાના અમલાર્થે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન…

રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સરધાર આઉટ પોસ્ટ પાસે પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી જાહેરનામાના અમલાર્થે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ભાવનગર તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ કલરની અલ્ટો કાર ને ઉભી રાખવા પોલીસે ઈશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે પોલીસ પકડથી બચવા માટે કાર પુરપાટ ઝડપે લોધીડા ગામ તરફ ભગાવી મૂકી હતી. આથી પોલીસ સ્ટાફે સરકારી બોલેરોમાં સાઈરન વગાડીને આશરે 100 ની સ્પીડ પર ભાગી રહેલી કારનો પીછો કર્યો હતો.

સરધારથી લોધીડા જવાના સિંગલ પટ્ટી રસ્તા પર ધીરુભાઈ મેરના મકાન પાસે પહોંચતા, કાર ચાલક વિપુલભાઈ ભનુભાઈ હાંડાએ સામેથી આવતા મોટર સાયક સવાર દિનેશભાઈ બચુભાઈ સોલંકી સાથે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતને પગલે કાર પણ ક્ષતિગ્રસ્ત થતાં ઉભી રહી ગઈ હતી, જેના પરિણામે પોલીસે તાત્કાલિક આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી વિપુલભાઈ હાંડાની કારમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો 100 લીટર દેશી દારૂૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂૂ. 20,000/- અને કારની કિંમત રૂૂ. 2,00,000/- ગણવામાં આવી છે.

આરોપી દારૂૂના નશામાં હોવાનું જણાતા તેને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. આજીડેમ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 281, મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપી ડોકટરની ડિગ્રી ધરાવતો હોવાનું હાલ પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *