પીએસઆઈ બનવાનં સપનું અધુરૂ, વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો ફાંસો ખાઇ આપઘાત

સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો…

સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી છે. શહેરના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સૌથી વધુ આઘાતજનક વાત એ છે કે, પ્રિયંકાએ તાજેતરમાં જ પીએસઆઈ માટેની શારીરિક કસોટી એટલે કે દોડની પરીક્ષા પાસ કરી હતી અને તેઓ ઉચ્ચ અધિકારી બનવાની દિશામાં આગળ વધી રહ્યા હતા.

મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકા પ્રજાપતિ વડોદરામાં આજવા રોડ પર નવજીવન પાસે રહીને પોતાની ફરજ બજાવતા હતા. પીએસઆઈ બનવા માટે તેમણે ભારે મહેનત કરી હતી અને પ્રારંભિક સફળતા પણ મેળવી લીધી હતી. તેઓ આગામી લેખિત પરીક્ષા માટે તનતોડ તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમણે અકળ કારણોસર પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

ઘટનાની જાણ થતા જ બાપોદ પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂૂ કરી હતી. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂૂમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉમટી પડ્યા હતા. એક તેજસ્વી અને મહેનતુ સાથી કર્મચારીને ગુમાવતા સાથી પોલીસ જવાનોએ અત્યંત ભારે હૈયે પ્રિયંકા પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રિયંકાએ આ આત્યંતિક ડગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. શું કોઈ કામનું દબાણ હતું, અંગત પારિવારિક સમસ્યા હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *