ડબલ ટ્રેક કામગીરીના કારણે બ્લોક, અઠવાડિયા સુધી રેલ વ્યવહાર પ્રભાવિત

રાજકોટ ડિવિઝનમાં જામનગર-લાખાબાવળ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી, છ ટ્રેન આંશિક રદ, અમુકના સમયમાં ફેરફાર રાજકોટ ડિવિઝનમાં આવેલ જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં…

રાજકોટ ડિવિઝનમાં જામનગર-લાખાબાવળ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી, છ ટ્રેન આંશિક રદ, અમુકના સમયમાં ફેરફાર

રાજકોટ ડિવિઝનમાં આવેલ જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી, 2026 સુધી રેલ વ્યવહાર પ્રભાવિત થશે. બ્લોકના કારણે 25-02-2026 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19209 ભાવનગરઓખા એક્સપ્રેસ ને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જયારે 25-02-2026 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22945 મુંબઈ સેન્ટ્રલઓખા સૌરાષ્ટ્ર મેલ ને રાજકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન રાજકોટ-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ ઉપરાંત 24-02-2026 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમારઓખા એક્સપ્રેસ ને હાપા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-ઓખા વચ્ચે, 26-02-2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19210 ઓખાભાવનગર એક્સપ્રેસ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (ઉપડશે) થશે. આમ, આ ટ્રેન ઓખા-રાજકોટ, 26-02-2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22946 ઓખામુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. આમ, આ ટ્રેન ઓખા-રાજકોટ વચ્ચે અને 24-02-2026 ના રોજ તિરુનલવેલીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19577 તિરુનલવેલીજામનગર એક્સપ્રેસ ને હાપા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જયારે 26.02.2026 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જેતલસર-ભક્તિનગર થઈને ચલાવવામાં આવશે.

કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે જેમાં 24.02.2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ને ઓખા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડવા માટે રિશેડ્યુલ કરવામાં આવી છે. 21, 22 અને 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને માર્ગમાં 25 મિનિટ, 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા-જામનગર એક્સપ્રેસને માર્ગમાં 30 મિનિટ અને 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ટ્રેન સંખ્યા 22969 ઓખાબનારસ એક્સપ્રેસ ને માર્ગમાં જરૂૂરિયાત મુજબ રેગ્યુલેટ કરવામાં આવશે.

રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www. enquiry. indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

દિવા-વસઈ રોડ સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો પ્રભાવિત
ખારબાવમાં નવી અપ અને ડાઉન ગુડ્સ લાઇનના કમીશનિંગ કામગીરીના સંદર્ભમાં દિવા વસઈ રોડ સેક્શનમાં 16 થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝન થઈને પસાર થતી બે ટ્રેનો પ્રભાવિત રહેશે. ટ્રેન સંખ્યા 22718 સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ, જેની મુસાફરી 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂૂ થશે, તેને ભિવંડી રોડ પર 01:30 કલાક માટે રેગ્યુલેટ (થોભાવવામાં) કરવામાં આવશે. તો ટ્રેન સંખ્યા 11087 વેરાવળ પુણે એક્સપ્રેસ, જેની મુસાફરી 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂૂ થશે, તે વેરાવળથી તેના નિર્ધારિત સમય 11:05 કલાકના બદલે 14:35 કલાકે ઉપડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *