ફાયર સેફ્ટીના નામે સરકાર અને એજન્સીઓની ડબલ લૂંટ

  એજન્સીઓ દ્વારા પ્રિ ચેકિંગ અને ફાઈનલ એનઓસી માટે મનઘડંત ઉઘરાણા, ફીના ધોરણો નક્કી કરવા કોંગ્રેસની માગણી રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ફાયર સેફ્ટી બાબતે…

 

એજન્સીઓ દ્વારા પ્રિ ચેકિંગ અને ફાઈનલ એનઓસી માટે મનઘડંત ઉઘરાણા, ફીના ધોરણો નક્કી કરવા કોંગ્રેસની માગણી

રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ફાયર સેફ્ટી બાબતે રાજ્ય સરકારે કડક વલણ દાખવ્યું છે. અને ફાયર સેફ્ટીનો અભાવ દેખાયો હોય તેવા યુનિટો સીલ કરી ફાયરના નિયમો મુજબ પ્રક્રિયા કરી એનઓસી મેળવી લેતા યુનિટ સંચાલકોને તાકિદ કરવામાં આવી છે. અને તેના માટે એજન્સીઓની નિમણુંક કરવામાં આવી છે. પરંતુ સરકાર અને એજન્સીઓ ફાયર સેફ્ટીના નામે ડબલ લૂંટ ચલાવી રહી હોવાના આક્ષેપ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવ્યા હતાં.

આ અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આક્ષેપ કરતા જણાવ્યુ ંહતું કે, રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ખાનગી અને મહાપાલિકાની હોલ, ખાનગી સંસ્થાની વાડીઓ ફાયર સેફ્ટીના અભાવે બંધ કરી દેવામાં આવી હતી. જે આજે દોઢ વર્ષ થવા છતાં પણ ખુલ્લી નથી જેના કારણે લોકોના પ્રસંગો પણ બગડી રહ્યા છે. અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સરકાર દ્વારા હાલ તમામ યુનિટોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરી રહી છે જે હજુ સુધી પુરી થઈ નથી.

વધુમાં જણાવ્યું હતું કે, ફાયર સેફ્ટીની ચકાસણી માટે સરકારને ખાનગી એજન્સીઓની નિમણુંક કરવામાં આવી છે. અને સરકારની વેબસાઈટ પર તેનું લીસ્ટ મુકવામાં આવ્યું છે. કોઈ પણ યુનિટ પ્લાનની ફાઈલ ફાયર સેફ્ટી ફાર્મમાં ફાઈળ અપલોડ કરવાની તેમાં કેટલીક એજન્સીના નામ આવે અને તેમાં કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવાનો અને તેમાં એનઓસીની કાર્યવાહી કરી શકીએ જે માટે નકસા મુજબ જ ફાયરના સાધનો લગાવ્યા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તેને પ્રિ-ચેકીંગ ગણવામાં આવે છે. અને ત્યારે એજન્સી પોતાની મરજી મુજબના ભાવ લોકો પાસેથી પડાવે છે. અને ત્યાર બાદ ફાઈનલ ચેકિંગ કરવા આવે ત્યારે પણ રૂા. 20થી 30 હજાર જેટલી ફિના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે. જેથી ડબલ વખત લૂંટાવવું પડે છે.

ઉપરાંત જ્યારે યુનિટ માટે પ્લાન મુંકવામાં આવે ત્યારે પણ સરકાર પ્રતિ ચોરસ મીટર મુજબ પ્લાન પ્રમાણે ફાયર સેફ્ટીના પૈસા વસુલ કરે છે. તો એકવાર ફાયર એનઓસી માટેના પૈસા વસુલ કર્યા હોય ત્યારે બીજી વખત પણ કેમ પૈસાના ઉઘરાણા કરવામાં આવ્યા છે. વર્તમાનમાં જે ચેકીંગ અને ફાઈનલ ચેકિંગ નામે જે ઉઘરાણા શરૂ થયા ચે. તેને બંધ કરવા જોઈએ એજન્સીઓ પોતાની મનમાની મુજબ પૈસા પડાવી રહી છે. તેની ઉપર અંકુશ લગાવવો જરૂરી છે. સરકાર ેપ્રિ-ચેકીંગ અને ફાઈનલ એનઓસી માટે મનઘડત ઉઘરાણા બંધ કરી ફિના ચોક્કસ ધોરણ નક્કી કરવા જોઈએ.

વધુમાં મહેશ રાજપૂતે સરકારને સવાલ કરતા કહ્યું હતું કે, ફાયર એનઓસી માટે ખાનગી નહી પણ સરકારી વિભાગને આ કામગીરી સોંપવી જોઈએ. જેથી ફાયર સેફ્ટીની કામગીરી પારદર્શક બની રહે શું સરકાર પાસે ફાયર વિબાગમાં પુરતા પ્રમાણમાં કર્મચારીઓ નથી. એજ્નસીઓ મનઘડત રીતે પૈાસા વસુલતા પ્રજા પર આર્થિક બોજ વધી રહ્યો છે. જેથી સરકારે ફાયર વિભાગને આ કામગીરી સોંપવી જોઈએ.

 

રાજ્યમાં ફાયર એનઓસી માટે 50 ખાનગી એજન્સી કાર્યરત
ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ વિવિધ યુનિટોમાં ફાયર સેફ્ટીની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા ખાનગી એજન્સીઓની નિમણુંક કરવામાં આવી છે. જે ફાયર સેફ્ટીની વેબસાઈટ પર તેની યાદી મુકવામાં આવી છે. હાલ રાજ્યમાં 50 જેટલી ખાનગી એજન્સી કાર્યરત હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *