પીપળીયા રાજ ગામે વાડીએ મજુરી કરતા શ્રમિક પરિવારના આઠ માસના બાળકને ટ્રેક્ટર નીચે છાયામાં બેસાડ્યો હતો અને ટ્રેક્ટર રડી પડતા માસૂમના શરીર પર ટાયર ફરી વળતા ઈજા પહોંચતા મોત થયું હતું. મૂળ દાહોદના વતની હાલ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા હુમલાભાઈ ભગુભાઈ માવી અને તેના પત્ની મજુરી કરતા હતા આઠ માસના બાળક કીર્તનને વાડીના શેઢે પડેલા ટ્રેક્ટર આગળના ભાગે જમીન પર છાયામાં બેસાડ્યો હતો અને દીકરીઓ આસપાસ રમતી હતી ત્યારે અકસ્માતે ટ્રેક્ટર રડી પડતા ચાલવા લાગતા બાળકના શરીર પર ટાયર ફરી વળતા ઈજા પહોંચતા માસૂમ બાળક કીર્તનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રક અડફેટે મોત
બોકડથંભા ગામના રોડ પરથી આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ઓવરટેક કરવા જતા વ્હીલના પાછળના જોટામાં લઇ લેતા બાઈક ચાલક આધેડને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વાંકાનેરના બોકડથંભા ગામના રહેવાસી જયેશભાઈ કાનજીભાઈ સરાવાડિયા (ઉ.વ.28) નામના યુવાને ટ્રક જીજે 12 બીવી 8468 ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 23 ના રોજ ફરિયાદીના પિતા કાનજીભાઈ સરાવાડિયા પોતાનું બાઈક જીજે 03 સીકે 6292 લઈને બોકડથંભા ગામના રોડ પરથી આવતા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી બાઈક ઓવરટેક કરવા જતા પાછળના વ્હીલના જોટામાં લઇ જેટ કાનજીભાઈ મેરૂૂભાઈ સરાવાડિયા (ઉ.વ.59) ના શરીર પર વ્હીલ ફરી જતા માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
ક્ધટેનર પાછળ બાઇક અથડાતા મોત
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકાથી આગળ ચોટીલા તરફ જતા રોડ પર બાઈક ચાલકે પુરઝડપે બાઈક ચલાવી ટોલનાકાની લાઈનમાં ટ્રક ક્ધટેનર પાછળ બાઈક અથડાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમીયાન યુવાનનું મોત થયું છે. મૂળ ઉદયપુરના રહેવાસી ભેરૂૂસિંગ પ્રતાપસિંગ સિસોદિયા (ઉ.વ.44) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો પુત્ર લેરસિંહ ભેરૂૂસિંગ સિસોદિયા (ઉ.વ.22) વાળા પોતાનું બાઈક જીજે 03 સીજે 7300 લઈને વાંકાનેર બાઉન્ડ્રીથી ચોટીલા તરફ જતો હતો અને ટોલનાકા પાસે વાહનોની લાંબી લાઈન હોય જેમાં ટ્રક ક્ધટેનર જીજે 10 ટીવાય 3095 પાછળ બાઈક ભટકાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં બાઈક ચાલક લેરસિંહ સિસોદિયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
