આવતીકાલે રાજકોટવાસીઓને મતદાનમાં વરસી પડવા વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો અને રાજકીય આગેવાનોની વ્યાપક અપીલ
રાજકોટ સહિત ગુજરાતમાં આવતીકાલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી છે ત્યારે મતદારોને લોકશાહીનું આ મહાપર્વ ઉજવવા સરકારી તંત્ર, રાજકીય નેતાઓ અને વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો સેલિબ્રિટી દ્વારા કરવામાં આવી છે.
મતદાન કરો નૈતિક જવાબદારી નિભાવો : MLA ઉદય કાનગડ
આવતી કાલે તા.26 એપ્રિલ, રવિવારના રોજ સમગ્ર ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાનાર છે તે અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા ની ચૂંટણી માં 100 ટકા મતદાન કરીને લોકશાહીના આ પવિત્ર ઉત્સવને ઉજવવા માટે ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને 100 ટકા મતદાન કરવા માટે હાર્દિક અપીલ કરતાં જણાવેલ કે મતદાન જાગૃતિ કોઈપણ લોકશાહી માટે જીવનદાયી તત્વ સમાન છે. લોકશાહી પ્રણાલીનું મૂળ તત્વ જનતા દ્વારા, જનતા માટે અને જનતાનું શાસન છે, અને આ તત્વને સાકાર બનાવવા માટે મતદાન સૌથી મહત્વપૂર્ણ સાધન છે. મતદાન માત્ર એક અધિકાર નથી, પરંતુ તે દરેક નાગરિકની નૈતિક અને સામાજિક જવાબદારી પણ છે. મતદાન જાગૃતિનો અર્થ એ છે કે લોકોમાં મતદાન પ્રત્યે સમજ, રસ અને જવાબદારીનો ભાવ જગાવવો, જેથી તેઓ પોતાની પસંદગીનો પ્રતિનિધિ યોગ્ય રીતે પસંદ કરી શકે.
ખોબલે ખોબલે મત આપો : વજુભાઈ-ગોવિંદભાઈ-રૈયાણી-ભંડેરી
રવિવારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાની છે ત્યારે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજકોટના પ્રભારી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી અને સંગઠન પ્રભારી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યના પૂર્વ મંત્રીઓ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ રાજકોટના મતદારોને ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી છે. આ આગેવાનોએ રાજકોટની જનતાને જાહેર અપીલ કરતા કહ્યુ છે કે, રાજકોટના પ્રજાજનો હંમેશા ભાજપની પડખે રહ્યા છે અને તેના શાસનમાં ભરોસો રાખ્યો છે. આગામી પાંચ વર્ષ પણ રાજકોટના વિકાસના સંદર્ભમાં ઘણા મહત્વના છે ત્યારે રાજકોટની પ્રજા વધુ એક વખત ભાજપને શાસન કરવાની તક આપે તેવી અપીલ છે.
સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્ર્વાસને મત આપો : રાજુભાઈ ધ્રુવ
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ભારતના વડાપ્રધાન તરીકે વિકાસની નવી પરંપરાને જન્મ આપ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મોડેલ સ્ટેટ બનેલા ગુજરાત વિકાસ મોડેલને દેશના અન્ય રાજ્યો પણ અનુસરી રહ્યા છે. છેલ્લા બે દસકમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સામાન્ય લોકોનો વિશ્વાસ વધ્યો છે. રાજ્યની અર્થવ્યવસ્થાનો વિકાસ થયો છે,સાથે લોકોની માથાદીઠ આવક પણ વધી છે. સામાન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ગુજરાત ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત બન્યું છે. ગુજરાતીઓનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. સૌના સાથ અને સૌના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય જેમ રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર ભાજપ સરકાર આવે એ માટે મતદારો ભાજપને જંગી જનાદેશ આપીને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરશે તેમ ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું. રાજુભાઇ ધ્રુવેકહ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં છેવાડાના માનવીથી લઈ મધ્યમ વર્ગના માણસોને સુખ-સુવિધાઓ મળી રહે, સૌની સુખાકારીમાં વધારો થાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, સલામતી જેવી સગવડો મળી રહે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. આજે જ્યારે આપણું રાજકોટ મહાનગર વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે, ત્યારે આ વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખવા માટે ફરી એકવાર રાજકોટ કોર્પોરેશનના ઉમેદવારને મત આપી 39;ભરોસાની ભાજપ સરકારને જંગી બહુમતીથી વિજયી બનાવવી એ સમયની માંગ છે.
100 ટકા મતદાન કરવા નાગરિકોને સાંસદ રામભાઈ મોકરિયાની અપીલ
ગુજરાત રાજ્યની આગામી તા.26.04. 2026 નાં રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા સર્વે નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે આ ચૂંટણીમાં એક પણ મતદાર બાકી ન રહે. લોકશાહીનો સાચો પાયો મતદાન છે. નિર્ભય રીતે મતદાન એ લોકશાહી નો આધાર સ્તંભ છે. તમારો એક મત, તમારા ગામ, શહેર, તાલુકા અને જિલ્લાના વિકાસની દિશા નક્કી કરે છે. આ માટે બુઝુર્ગોથી યુવાનો, મહિલાઓથી ખેડૂતો, મજ્દુરોથી માલિકો દરેક નાગરિક 5 મિનિટનો સમય કાઢીને લોકશાહી ને જાગૃત રાખવા મતદાન અવશ્ય કરે. પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવા સ્થાનિક પ્રશ્નો નો ઉકેલ મજબૂત સ્થાનિક સરકારથી જ આવશે.
ચોક્કસ મતદાન કરવા રમેશભાઈ રૂપાપરા, નીતિનભાઈ ભારદ્વાજ અને મુકેશભાઈ દોશીની અપીલ
આવતીકાલે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે રાજકોટની ચૂંટણીના ઇન્ચાર્જ રમેશભાઈ રૂૂપાપરા, કશ્યપ શુકલ અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખો નીતિનભાઈ ભારદ્વાજ તથા મુકેશભાઈ દોશીએ પ્રજાજોગ અપીલ કરીને ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા હાર્દિક અપીલ કરી છે. આ અગ્રણીઓએ જાહેર અપીલમાં કહ્યું છે કે લોકશાહીના આ પર્વમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ શહેરના વિકાસના હિતમાં એટલે કે ભાજપના જાગૃત ઉમેદવારોની તરફેણમાં કરવો જોઈએ. અંતમાં દરેક મતદારો સવારના ભાગે જ મતદાન કરે તેવો અનુરોધ પણ કર્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપાર ઉદ્યોગકારોને મતદાન કરવા અપીલ
આવતીકાલ તા. 26-04-2026 ના રોજ સ્થાનીક સ્વરાજની ચૂંટણી યોજાનારા હોય ત્યારે ચૂંટણી લોકશાહીનો એ એક મહત્વપૂર્ણ તહેવાર છે. આપણા શહે2 તથા ગામના વિકાસ, સુવિધાઓ અને ભવિષ્યના નિર્માણમાં આ ચૂંટણીનો અગત્યનો ફાળો છે. આથી તમામ મતદાતાઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે અને લોકશાહીને મજબુત બનાવે. મતદાન માત્ર હક જ નહી, પરંતુ આપણી ફરજ પણ છે. આમ શહેરના વિકાસ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરીને દરેક નાગરિકે મતદાન કેન્દ્ર પર જઈને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરી અને અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરણા આપવી જોઈએ. “તમારો મત લોકશાહી મજબૂત બનાવો” તમારો અવાજ” “મતદાન કરો. આથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા તમામ વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને 100% મતદાન કરવા ખાસ અપીલ કરવામાં આવે છે.
કમળને મત આપો : મુખ્યમંત્રી – ના.મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખની અપીલ
રાજકોટ આજે આધુનિકતા અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને આવનારા સમયમાં પણ રાજકોટ વિકાસ ની નવી ઊંચાઈઓ સર કરશે તેમ જણાવી જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટવાસીઓને કમળના નિશાન ઉપર મતદાન કરવા અપીલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી રાજકોટમાં વિકાસનો ‘સુવર્ણકાળ’ ચાલી રહ્યો છે. જ્યાં માનવી ત્યાં સુવિધા અને સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે ભાજપ સરકારે રાજકોટને માત્ર સુવિધાઓ જ નથી આપી, પરંતુ શહેરને આંતરરાષ્ટ્રીય નકશા પર ચમકાવ્યું છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કોર્પોરેશનમાં પણ ભાજપનું શાસન હોય આ ટ્રિપલ એન્જીનવાળી સરકારના કારણે રાજકોટ માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ છે. કોર્પોરેશનથી લઈ કેન્દ્ર સુધી ભાજપ સરકારના રાજમાં રાજકોટશહેરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે.રાજકોટની અપેક્ષા કરતા પણ વધુ, અનેકગણી ભેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના નગરસેવકોએરાજકોટને આપી સમગ્રરાજકોટનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસસાધ્યો છે ત્યારે ખંત, ખુમારી, ખેલદીલીવાળી રાજકોની જનતા પણ આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોને ઝળહળતો વિજય અપાવવા માટે તલપાપડ છે એવું જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાથી લઈ દિલ્હી સુધી ભાજપનું શાસન રહેશે તો વિકાસની એકસૂત્રતા જળવાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુખ-સવલતમાં વધારો થશે. રાજ્ય અને કેન્દ્રની ભરોસાની ભાજપ સરકાર અઢળક લોકાર્પણ-ખાતમુહુર્તની વણજાર કરી રાજકોટ શહેરનો સર્વાંગીવિકાસકરી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં પ્રેમથી આ શહેરને મળ્યા છે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એરપોર્ટ અને હોસ્પિટલ. આજે કોઈ એવું નહીં હોય જેણે એરપોર્ટ કે એઈમ્સની મુલાકાત લઈ ત્યાં મળતી સેવા-સુવિધાના વખાણ કર્યા નહોય. મતલબ કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપતી હોસ્પિટલ અને એરપોર્ટથી દુનિયાનાં નકશામાં રાજકોટનું નામ રોશન થવાનું શરૂૂ થઈ ચૂકયું છે.
ચેતેશ્વરની ખાસ અપીલ: ‘પહેલી વારના વોટિંગનો રોમાંચ અનેરો, મત ખાસ આપજો’
‘પહેલી વાર મત આપવાનો રોમાંચ અને ઉત્સાહ અલગ જ હોય છે. મને પણ પહેલી વાર મતાધિકાર મળ્યો ત્યારે મત આપવાનો ખૂબ રોમાંચ થયો હતો અને મેં ઉત્સાહ સાથે મત આપ્યો હતો. તમે પણ મત જરૂૂરથી આપજો…’ આ શબ્દો છે રાજકોટના વતની અને જાણીતા ક્રિકેટર, રાજ્ય ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ચેતેશ્વર પુજારાના. તેમણે ફર્સ્ટ ટાઈમ-વોટર્સને 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉત્સાહ સાથે મતદાન કરવા ખાસ અપીલ કરી છે. આઈ.પી.એલ.ના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ શ્રી ચેતેશ્વરે એક ઓડિયો સંદેશમાં જણાવ્યું છે કે, આપનો સમય ફાળવીને વોટ આપવા જરૂૂરથી જજો. આપણા દેશના ભવિષ્ય માટે આપનો મત ખૂબ જ જરૂૂરી છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સને અપીલ કરતાં તેમણે કહ્યું છે કે, મતાધિકાર મળતાં યુવાનો જવાબદાર નાગરિક બન્યા છે. મત આપવો એ આપણી જવાબદારી છે. યુવાનો મત જરૂૂરથી આપજો. પહેલી વાર મતદાનનો તો રોમાંચ અને ઉત્સાહ અનેરો જ હોય છે, તો બધા યુવાનો ઉત્સાહથી મતદાન કરજો.
