ગોંડલ માં કુતરા કરડવાનો સિલસિલો યથાવત રહી હવે ખોફનાક બની રહ્યો છે.બીજી બાજુ કરડવાનો ભોગ બનેલી માશુમ બાળકીને હોસ્પિટલ ખસેડાતા ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ડોકટરોની બેદરકારી સામે આવીછે.
ગોંડલ માં મજુર પરિવારની બાળકી હેતલ મુકેશભાઈ ભુરીયા ઉ.3 ને કૂતરાએ મોઢા તથા પીઠ પર બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં બપોરના 4 વાગ્યાથી ડોકટર ચેમ્બરની બહાર દર્દના મારી કણસી રહેલ બાળકી સારવાર માટે તેમના પરિવાર જોડે બેઠી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલનાં સર્જન ડોકટર હર્ષ હિરપરા બપોર ના 4 થી 6 તેમની ચેમ્બર ફરજ પર હોવાને બદલે ચેમ્બરમાં તાળા જોવા મળતા પરિવારજનો હેરાન પરેશાન થયા હતા.
દરમ્યાન જાગૃત નાગરિક દ્વારા અધિક્ષકને ફોન કરી જાણ કરતા અધિક્ષકે ફરજ પરના ડોકટરને ફોન કરી ઉધળા લેતા ડોકટર પાંચ વાગ્યે ફરજ પર આવ્યા હતા.આમ એક કલાક સુધી માશુમ બાળકી સારવાર વગર રડતી રહી હતી.
ગોંડલ ની સિવિલ હોસ્પિટલ માં ચાલતા અંધેર વહીવટ અને દર્દીઓ ની પરેશાની અગે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો થતી રહેછે.પરંતુ તંત્ર અંધેરનું અંધેર જ રહેવા પામ્યું છે.
