મોરબી-માળિયા હાઈ-વે પર ગાળા ગામના પાટિયાપાસે કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઈક સવાર પત્નીને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઈન્દિરાનગરમાં રહેતી પૂજાબેન વિષ્ણુ શંકર લાલવાણી (ઉ.વ.23) નામની પરિણીતા ગત તા. 15ના બપોરે તેના પતિ સાથે બાઈક પર બેસીને જતી હતી. ત્યારે મોરબી-માળિયા હાઈ-વે પર ગાળા ગામના પાટિયાપાસે પહોંચતાબાઈખ આડુ ઉતરતા બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં પૂજાબેનને માથાના ભાગે શરીરે ગંભીર ઈજા થતાં સારવારમાટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પૂજાબેનને સંતાનમાં ત્રણ મહિનાનો પુત્ર છે. પતિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ બનાવના દિવસે પતિ સાથે સસરાના ઘરે જતાં હતા ને રસ્તામાં જ કાળ ભેંટી જતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
