ગોંડલમાં કૂતરાઓનો હાહાકાર, 25 દી’માં 325ને કરડી ખાધા, હડકવાના 65 કેસ

ગોંડલ માં રાજમાર્ગો થી લઇ શેરીગલીઓ માં બેફામ બનેલાં કુતરાઓ એ રીતસર નો હાહાકાર મચાવ્યોછે.છેલ્લા 25 દિવસ માં 352 લોકોને કુતરાઓ એ બચકાભરી કરડી ખાધાછે.તે…

ગોંડલ માં રાજમાર્ગો થી લઇ શેરીગલીઓ માં બેફામ બનેલાં કુતરાઓ એ રીતસર નો હાહાકાર મચાવ્યોછે.છેલ્લા 25 દિવસ માં 352 લોકોને કુતરાઓ એ બચકાભરી કરડી ખાધાછે.તે પૈકી 65 લોકો હડકાયા કુતરાનો શિકાર બન્યાછે.હડકવા કુતરાની રસી અહીની સિવિલ હોસ્પિટલ માં ઉપલબ્ધ નાં હોય લોકો પરેશાન બન્યાછે.બીજી બાજુ કુતરાઓ નાં ત્રાસવાદ સામે નગરપાલિકા એવુ કહેછે કે સરકાર નાં એનિમલ એક્ટને કારણે અમે કુતરા પકડી શકતા નથી.આમ કુતરાઓ એ મચાવેલા હાહાકાર વચ્ચે પ્રજા ની હાલત રામભરોસે જેવી બનીછે.

અત્રેની સિવિલ હોસ્પિટલ માં કુતરાઓ કરડવાનાં કેસમાં રોજબરોજ વધારો થઇ રહ્યોછે.ખરી મુશીબત હડકાયા કુતરાઓ નો શિકાર બનેલા લોકોની છે.કારણ કે હોસ્પિટલ માં ડોગબાઇટ ની રસી જ નથી.શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડે આ અંગે આરોગ્યમંત્રીને ટેલીફોનિક રજુઆત કરીતો જવાબ મળ્યો કે આ રસી જેતપુર અથવા લોજીસ્ટીક અને સ્ટોર સય્લાય નરોડાથી મંગાવી લ્યો.

દિનેશભાઈ માધડે કહ્યુ કે જેતપુર હોસ્પિટલ થી બેથીત્રણ વખત રસી મંગાવી છે.પણ રોજબરોજ કેસ આવતા હોય રસી પુરી પડતી નથી.સવારે બંધીયા ગામનાં મહીપાલસિહ વાઘેલાને હડકાયુ કુતરુ કરડ્યુ હોય અને હોસ્પિટલ માં રસી ના હોય લાચાર બન્યા હતા.આખરે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જેતપુર થી વ્યવસ્થા કરાઇ હતી.આમ ગોંડલ ને ડોગબાઇટ ની રસી પુરી પાડવામાં આરોગ્ય તંત્ર વામણું પુરવાર થયુ છે.બીજી બાજુ છેલ્લા પચ્ચીસ દિવસ થી ગોંડલ માં ભુરાયા બની કુતરાઓ આતંક મચાવી રહ્યા હોય નગરપાલિકા તંત્ર કુતરાઓ પકડવા અંગે હાથ જોડી બેઠી રહી હોય લોકોમાં રોષ ફેલાયોછે.ત્યારે નગરપાલિકાનાં ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે એવું જણકવ્યું કે રાજ્ય સરકાર દ્વારા એનિમલ બર્થ ક્ધટ્રોલ રુલ્સ ને કારણે કુતરાઓ ને પકડી શકાતા નથી.વધુમાં એનિમલ વેલફેર બોર્ડ દ્વારા પણ મનાઈ હોય તંત્ર લાચાર છે. ત્યારે આ બધા વચ્ચે હાલ શહેરીજનો કુતરાઓ નો ત્રાસ ભોગવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *