મોસ્ટ પોપ્યુલર હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ની સિક્વલ બનશે

ફિલ્મ મેકર સોહમ શાહે તસવીર સાથે અપડેટ આપ્યું વર્ષ 2018માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ તુમ્બાડ ભારે ચર્ચામાં રહી હતી. હવે તુમ્બાડની સિક્વલ પર કામ ચાલી…

ફિલ્મ મેકર સોહમ શાહે તસવીર સાથે અપડેટ આપ્યું

વર્ષ 2018માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ તુમ્બાડ ભારે ચર્ચામાં રહી હતી. હવે તુમ્બાડની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. સોહમ શાહે ફિલ્મને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યું છે.એક્ટર-ફિલ્મ મેકર સોહમ શાહની વર્ષ 2018માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ તુમ્બાડ ભારે ચર્ચામાં રહી હતી. તેમાં તેણે લીડ રોલ કર્યો હતો. વર્ષ 2024માં પણ આ ફિલ્મને બીજીવાર રિલીઝ કરવામાં આવી અને તેને પણ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો.
હવે તુમ્બાડની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે.

સોહમ શાહે ફિલ્મને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યું છે અને સાથે જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તે તુમ્બાડ 2ની સ્ક્રિપ્ટ અને નોટ્સ લખતો જોઈ શકાય છે. તેણે પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું, પહા, તુમ્બાડ પર જ કામ કરી રહ્યો છું. સ્ક્રીનપ્લે પર કામ પહેલાથી જ ચાલી રહ્યું છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે રિલીઝ ડેટની પુષ્ટિ થઈ નથી. પરંતુ સમાચાર પાકા છે કે, તુમ્બાડ 2 પર કામ શરૂૂ થઈ ચૂક્યું છે.

રાહી અનિલ બર્વેના ડાયરેક્શનમાં બનેલી તુમ્બાડના વિશ્ર્લેષકોથી લઈને દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા. સોહમ શાહે એક અભિનેતા અને નિર્માતા તરીકે તુમ્બાડને જીવંત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેઓએ સંકેત આપ્યાં છે કે, સિક્વલ રહસ્યમય ઊંડાણમાં ઉતરશે. આ ફિલ્મ વિનાયક રાવના તુમ્બાડ ગામમાં છુપાયેલા ખજાનાની ઝનુની શોધ પર આધારિત છે, જેનું બેકગ્રાઉન્ડ 1918ના ભારતનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *