શહેર ભાજપમાં રાજદીપસિંહને મહત્ત્વની જવાબદારી?

ડો.માધવ દવેના વિશ્ર્વાસુ રાજાભાઇ વાવડીને મહામંત્રી અથવા ઉપપ્રમુખ બનાવવાનું નિશ્ર્ચિત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે માધવ દવેની વરણી થયા બાદ હવે તેમના નજીકના લોકોને મહત્વના…

ડો.માધવ દવેના વિશ્ર્વાસુ રાજાભાઇ વાવડીને મહામંત્રી અથવા ઉપપ્રમુખ બનાવવાનું નિશ્ર્ચિત

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે માધવ દવેની વરણી થયા બાદ હવે તેમના નજીકના લોકોને મહત્વના પદ ઉપર ગોઠવવાનું શરૂ થયાની ચર્ચા જામી છે. જેમાં ડો.દવેની વિશ્ર્વાસુ રાજદિપસિંહ જાડેજા (રાજાભાઇ) વાવડીની મહામંત્રી તથા ઉપપ્રમુખપદે નિશ્ર્ચિત હોવાનું સંભળાય રહ્યું છે.

ગુજરાતના રાજકારણમાં ઘણા સમયથી મોટાપાયે ફેરફાર આવી રહ્યાની વાતો વહેતી થઇ છે, હજુ સુધી પ્રદેશ પ્રમમુખ સુધી કોઇ નામ ફાઇનલ થયું નથી પરંતુ થોડા સમય પહેલા જ રાજકોટ સહિત રાજ્યભરના શહેર અને જિલ્લામાં ભાજપ દ્વારા શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની વરણી કરી હતી. ત્યારબાદ સ્થાનિક રાજકારણમાં પણ મોટાપાયે ફેરફાર આવશે તેવી વાતો વહેતી થતા રાજકોટ શહેર ભાજપ કાર્યકરોએ લોબીંગ શરૂૂ કરી દીધુ છે, બીજી બાજુ ડો. માધવ દવેની શહેર પ્રમુખ તરીકે વરણી થતા તેમના નજીકના વિશ્ર્વાસુને લોટરી લાગે તેવી વાતો વહેતી થઇ છે. ડો. માધવ દવેના અંગત ગણાતા રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ ) વાવડી મહામંત્રી તથા ઉપ્રમુખ પદે નિશ્ર્ચિત હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ શહેર ભાજપમાં ચાર ગ્રુપ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે અને પોતાના માણસોને મહત્વના હોદ્દા પર ગોઠવવા માટે શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે પરંતુ કઇક નવું કરવા માટે હંમેશા પંકાયેલ ભાજપે ડો. માધવ દવેની પ્રમુખ તરીકે વરણી કરી બાકીના જૂથની બોલતી બંધ કરી દીધી હતી.

શહેર ભાજપ પ્રમુખની વરણી થયા બાદ સ્થાનિક ભાજપ સંગઠનમાં મોટાપાયે ફેરફાર આવી રહ્યા હોવાની ઘણા સમયથી વાતો ચાલી રહી છે. નવુ માળખુ જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા હતાં, પરંતુ હજુ સુધી નવું માળખુ જાહેર થયું નથી ત્યારે ડો. માધવ દવેના અંગત માણસો ફરી મહત્વના હોદ્દા પર આવે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં વાવડી ગામના રાજદીપસિંહ જાડેજા મહામંત્રી પદે નિશ્ર્ચિત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેરના તમામ વોર્ડ પ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ માટે યુવા કાર્યકરો પોતોપોતાની રીતે ચોગઠા ગોઠવી રહ્યા છે પરંતુ રાજકોટ શહેરમાં જે ચાર જૂથ પોતપોતાની રીતે લોબીંગ કરી રહ્યા છે તે ચારેય જૂથના આકાઓને પડતા મુકી હવે યુવા કાર્યકરો નવા જ હોદ્દેદારોના સંપર્કો શોધી રહ્યા છે. ટૂંક સમયમાં જ રાજકોટ શહેર ભાજપ સંગઠનનું માળખુ જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે, જેમાં ડો. માધવ દવેના વિશ્ર્વાસુ અને અંગત માણસોને મહત્વના હોદ્દા મળે તો નવાઇ નહીં, તેમ લાગી રહ્યું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *