રાજકોટમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી બનશે વધુ સરળ: સરકારે ફાળવ્યા 6 નવા સબ-રજીસ્ટ્રાર

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજ નોંધણી અને અન્ય મહેસૂલી કામગીરીને વેગવંતી બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં…

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજ નોંધણી અને અન્ય મહેસૂલી કામગીરીને વેગવંતી બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સબ-રજીસ્ટ્રારની મોટાપાયે ફાળવણી કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના જુદા જુદા 95 જેટલા જિલ્લા અને વિસ્તારોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટને મળ્યા નવા અધિકારીઓ આ ફાળવણીનો સીધો લાભ રાજકોટને પણ મળ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં હાલ કુલ 8 (આઠ) સબ-રજીસ્ટ્રાર કચેરીઓ કાર્યરત છે. સરકારના આ નવા આદેશ અન્વયે રાજકોટને 6 (છ) જેટલા નવા સબ-રજીસ્ટ્રાર ફાળવવામાં આવ્યા છે. કામગીરી પર શું અસર થશે? અત્યાર સુધી અધિકારીઓની ઘટ અથવા કામના ભારણને કારણે દસ્તાવેજ નોંધણીમાં ક્યારેક વિલંબ થતો હતો.

પરંતુ હવે નવા 6 અધિકારીઓ ઉમેરાતા, એક કચેરી દીઠ બે સબ-રજીસ્ટ્રાર ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. જેના કારણે અરજદારોનો સમય બચશે અને કામગીરી ઝડપી બનશે.મળતી વિગતો મુજબ, નવનિયુક્ત સબ-રજીસ્ટ્રારો આગામી બે દિવસની અંદર પોત-પોતાની કચેરીમાં હાજર થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *