સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં તબીબોની તાનાશાહી, સિવિલ સર્જન સુધી ફરિયાદ

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પાર્કીંગમાં કાર પાર્ક કરવા મુદ્દે તબીબોની તાનાશાહીનો…

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પાર્કીંગમાં કાર પાર્ક કરવા મુદ્દે તબીબોની તાનાશાહીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. તબીબો સિકયોરિટી ગાર્ડને ગાંઠતા ન હોવાનું અને મહિલા તબીબ દ્વારા સિકયોરિટી સ્ટાફ ઉપર હુમલો કરી છેડતીની ફરિયાદ નોંધાવવાની ધમકી આપ્યાની ફરિયાદ સિવિલ સર્જન સુધી પહોંચી છે.

જાણવા મળતી વિગત મુજબ, સિવિલ હોસ્પિટલમાં સિકયોરિટી ઈન્ચાર્જ એ.ડી.જાડેજા દ્વારા સિવિલ સર્જનને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ તેઓ ગત તા.2-7નાં સિવિલ હોસ્પિટલમાં સેલર નીચે પાર્કીંગમાં રાઉન્ડ મારવા ગયેલા ત્યારે ત્યાં હાજર સિકયોરિટી ગાર્ડ સંકેત ચૌહાણ પોતાની ફરજ પર હાજર હતાં અને તેમણે તબીબો પોતાના વાહન વ્યવસ્થીત પાર્ક કરતાં ન હોવાનું અને તબીબોને યોગ્ય રીતે વાહન પાર્ક કરવા બાબતે કહેતા તેઓ જવાબ આપતાં ન હોવાનું જણાવ્યું હતું.

સિકયોરિટી ઈન્ચાર્જ દ્વારા અસ્તવ્યસ્ત કાર પાર્ક કરેલી હોય સિકયોરિટી ઈન્ચાર્જ હાજર હતા તે સમયે જ તબીબો પાર્કીંગમાં આડેધડ વાહન પાર્ક કરતાં હોય અને યોગ્ય રીતે વાહન પાર્ક કરવાનું જણાવવા છતાં તબીબો લીફટ તરફ જવા લાગ્યા હતાં. દરમિયાન મહિલા તબીબ પોતાનું વાહન અન્ય કર્મચારીના વાહનને અડચણ રૂપ થાય તે રીતે મુકીને જવા લાગતાં તેઓને સિકયોરિટી ઈન્ચાર્જ દ્વારા જણાવેલું કે તમે ગેરવર્તન કરો તે વ્યાજબી નથી હું આ અંગે તબીબી અધિક્ષકને જાણ કરીશ તેમ કહી મોબાઈલમાં ફોટા પાડવા છતાં મહિલા તબીબે તેમના ઉપર હુમલો કરી ગેરવર્તન કર્યુ હતું.

જેથી તમેના હાથમાં રહેલો મોબાઈલ અને ચશ્મા નીચે પડી જતાં રૂપિયા પાંચ હજારના ચશ્મા તુટી ગયા હતાં અને મહિલા તબીબે સિકયોટિરી ઈન્ચાર્જને ‘હું તમારા ઉપર પોલીસ ફરિયાદ કરીશ, મારી છેડતી કરી છે.’ તેવી ધમકી આપી હતી. આ અગાઉ પણ સિકયોરિટી ગાર્ડ જયપાલસિંહ જાડેજા, અલ્તાફ સોરા, સંકેત ચૌહાણ સાથે વાહન પાર્ક કરવા બાબતે તબીબો ગેરવર્તન કરી રોફ જમાવતાં હોય જેથી સિવિલ સર્જનને લેખિત રજૂઆત કરી સીસીટીવી ફુટેજની તપાસ કરી આવા તબીબો સામે દાખલારૂપી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *