ઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’

ગઇકાલે ઉતરાયણ પર્વને લઇ લોકો ચાઇનીઝ દોરીથી તેમજ કાચ દ્વારા પવાયેલી દોરીથી પતંગ ન ચગાવે તેવી તકેદારી રાખવામા આવી હતી. આમ છતા રાજકોટ શહેરમા 45…

ગઇકાલે ઉતરાયણ પર્વને લઇ લોકો ચાઇનીઝ દોરીથી તેમજ કાચ દ્વારા પવાયેલી દોરીથી પતંગ ન ચગાવે તેવી તકેદારી રાખવામા આવી હતી. આમ છતા રાજકોટ શહેરમા 45 લોકોને ગળા પર, મોઢે, નાક, આંખ અને કાન સહીતના શરીરે ઇજા પહોંચી હતી. તેમજ 33 લોકો ધાબા પરથી તેમજ અકસ્માતમા ઘવાયા હતા. આમ કુલ 101 વ્યકિતને સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. ત્યારે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમા તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફ સતત બે દિવસથી ખડેપગે રહયો હતો તેમજ 108 પણ સતત દોડતી રહી હતી અને સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી વિભાગ ઇજાગ્રસ્ત લોકોથી હાઉસફુલ થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *