ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી તબીબ સાથે 50.75 લાખની છેતરપિંડી

નોકરીના નામે ઠગાઈના વધુ એક બનાવમાં સાયબર ક્રાઇમાં નોંધાયો છે. શહેરમાં રહેતા અને એમબીબીએસનો અભ્યાસ કરેલા યુવાનને ઓસ્ટ્રેલિયા ખાતે રહેલ રોયલ એડેલાઈડ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ…

નોકરીના નામે ઠગાઈના વધુ એક બનાવમાં સાયબર ક્રાઇમાં નોંધાયો છે. શહેરમાં રહેતા અને એમબીબીએસનો અભ્યાસ કરેલા યુવાનને ઓસ્ટ્રેલિયા ખાતે રહેલ રોયલ એડેલાઈડ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકેની નોકરી અપાવાની લાલચ આપી વોટ્સએપ ગ્રૂપ દ્વારા સંપર્કમાં આવેલા ગઠિયાએ યુવક પાસેથી કટકે-કટકે રૂૂ.50.75 લાખ પડાવી લઇ ઠગાઈ આચરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અટલ સરોવરની સામે સનરાઈઝ પાર્કમાં રહેતા ચિન્મયભાઈ પ્રકાશભાઈ ત્રિવેદી(ઉં.વ.26)એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ગાંધીનગર ખાતે જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરેલો છે અને ઘરેબેઠા એ.એમ.સી. બાય ડો.ગુપ્તા નામથી ઓનલાઇન એ.એમ.સી. પરીક્ષાના ક્લાસીસ કરાવે છે.

ચિન્મયભાઈએ વધુમાં જણાવ્યું કે, પોતે આગળ સારી નોકરી માટે ઓસ્ટ્રેલિયા ખાતે રહેલ રોયલ એડેલાઈડ હોસ્પિટલ ખાતે મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી ત્યાંની ઓસ્ટ્રેલિયા મેડિકલ કાઉન્સિલ નામની પરીક્ષા આપી હતી અને તેમાં પાસ થયો હતો. જ્યાં બધા વિદ્યાર્થીઓનું એક એએમસી ઓસ્ટ્રેલિયા 2025-ડ્રીમ કમ ટ્રુ નામનું એક ૂવફતિંફાા ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. જે ગ્રૂપમાં પોતે પણ સામેલ હતો.
ત્યારબાદ આ ગ્રૂપમાં ઓક્ટોબર 2025માં રોયલ એડેલાઈડ હોસ્પિટલમાં જોબ માટેની એક જાહેરાત આવી હતી. જેમાં અલગ અલગ પોસ્ટ માટેની વેકેન્સી હતી અને જે વ્યક્તિને તેમાં એપ્લાય કરવું હોય તેના માટે જાહેરાતમાં આપેલ ડો.જોસુઆના મોબાઈલ નંબરમાં સંપર્ક કરવામાં આવતો હતો.

ચિન્મયે આપેલા ડોક્યુમેન્ટની ફી તરીકે ઓસ્ટ્રેલિયાના ડોલર મુજબ 2100(અંદાજે રૂૂ.1.20 લાખ) ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેને ઓફર લેટર મોકલવામાં આવ્યો જેમાં જોબ નેમ, સેલેરી, જોબ સ્ટાર્ટ ડેટ, ફી વગેરે જેવી માહિતી આપેલી હતી અને જણાવ્યું હતું કે, ફી તમારે અત્યારે જ ચૂકવવી પડશે જેપી પેટે કુલ 28,400 ઓસ્ટ્રેલિયન ડોલર (જેની અંદાજે રૂૂ.16.50 લાખ) તેણે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

જે બાદ રોયલ એડેલાઇડ હોસ્પિટલના મેલ આઇડીમાંથી નોકરી માટેની સીટ ક્ધફર્મ થઈ ગઈ હોવાનો એક મેલ આવ્યો હતો. જેમાં તેઓએ જણાવેલ કે, પ્લાનિંગ બફર અને એપ્લિકેશન એન્ડ ફોરવર્ડિંગ માટે રૂૂ.7.50 લાખ પે કરવા પડશે. જે રકમ તેણે એચઆર મેનેજર સુઇલોલો સુક્ય નામના વ્યક્તિ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.
આમ ચિન્મયની વાત હોસ્પિટલના કર્મચારી ડો.જોસુઆ તથા ડો.ઈસ્થર આર સાથે થઈ હોય જેણે તેને ઓસ્ટ્રેલિયાના વિઝા માટે ઓસ્ટ્રેલિયાના એક વિઝા એજન્ટ ડેનિયલના નંબર આપતા કહ્યું કે, એ તમારા વિઝા બનાવવામાં ઉપયોગી બનશે. જે બાદ તેણે બીજા એજન્ટ સાથે સંપર્ક કરતા તેણે ઓસ્ટ્રેલિયાની કોઈ પણ બેંકમાં ખાતું ખોલવું પડશે તેમ વાત કરી હતી.

તેઓએ ત્યાંની બેંક કોમનવેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયા નામની બેંકમાં તેનું ખાતું ખોલી આપી વિઝા માટે બેન્ક વેરિફિકેશન માટે તમારે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવું પડે જેથી એકાઉન્ટમાં ઓસ્ટ્રેલિયન ડોલર 41 હજાર (અંદાજે રૂૂ.24 લાખ) ખાતામાં રાખવા જણાવ્યું હતું.

જે બાદ તેણે તેના બેન્ક એકાઉન્ટની માહિતી લેવા માટે તે બેંકના મોબાઈલ નંબર તથા ઈ-મેલ દ્વારા કોન્ટેક્ટ કરતા તેઓએ જણાવેલ કે, તમારા નામનું કે આપેલ એકાઉન્ટ નંબરથી અહીં કોઈ જ એકાઉન્ટ ઓપન થયેલ નથી. ત્યારબાદ તેણે રોયલ એડેલાઇડ હોસ્પિટલનો સીધો સંપર્ક કરતા તેઓએ પણ જણાવ્યું કે, તે એજન્ટ ફ્રોડ છે. આમ યુવક પાસેથી નોકરીની લાલચે રૂૂ.50.75 લાખ પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *