લાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની રાજવીકાળની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ જર્જરિત અને જોખમી બન્યા બાદ તેનું રિનોવેશ કરવા માટે શરૂૂ કરેલા પ્રયાસોમાં લાંબા સમયથી દરખાસ્ત થઇ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની રાજવીકાળની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ જર્જરિત અને જોખમી બન્યા બાદ તેનું રિનોવેશ કરવા માટે શરૂૂ કરેલા પ્રયાસોમાં લાંબા સમયથી દરખાસ્ત થઇ ન હોય વેપારીઓ દ્વારા જ્યાં સુધી રિનોવેશન શરૂૂ ન થાય ત્યાં સુધી માર્કેટમાં ધંધો રોજગાર કરવા દેવા માટે કરાયેલી રજૂઆતના પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા સહિતના પદાધિકારીઓએ માર્કેટની મુલાકાત લઇને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

અને જેટલાં ભાગમાં રિનોવેશનની જરૂૂર છે તેટલાં ભાગમાં પતરાંની આડચ કરીને બાકીના ભાગમાં વેપારીઓને બેસવા દેવાનો નિર્ણય લેવાતા વેપારીઓમાં હાંશકારો થયો છે. આજે વેપારીઓને તેમની મુળ જગ્યનો કબજો ફરીથી સોંપી દેવામા આવશે. ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક સર લાખાજીરાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. ઐતિહાસિક માર્કેટનો હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ થશે. આ માટે મનપા દ્વારા જીએસટી સહિત રૂૂ. 6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ આ મંજુર થયેલું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે અને સ્ટેન્ડિંગ દ્વારા મંજૂરીની મહોર લાગ્યા બાદ અંદાજે 18 મહિનામાં લોકોને પોતાની જૂની અને જાણીતી આ માર્કેટ નવા રંગરૂૂપમાં જોવા મળશે.

નવી ઇમારતમાં 148 થડા, 22 દુકાનો અને 20 જેટલી વખાર બનશે
માર્કેટના નવા પ્લાનિંગ મુજબ, સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ અહીં શાકમાર્કેટની અંદર 144 થડા, બહાર 38 થડા, 22 વખાર (ગોડાઉન) અને 4 દુકાન હતી. જોકે આ પૈકી 80 જેટલા થડા અને 16 જેટલી વખાર ચાલુ હતી, રિનોવેશન બાદ અહીં કુલ 148 થડા, 22 દુકાનો અને અંદાજે 20 જેટલી વખારો તૈયાર કરવામાં આવશે. સમગ્ર શાક માર્કેટનો એરિયા કુલ 1380 ચોરસમીટર છે, જેમાં 320 ચો. મીટર વિસ્તારમાં દુકાનોનું નિર્માણ થશે. આ વ્યવસ્થાથી વધુ વેપારીઓને રોજગારી મળી રહેશે. અને ગ્રાહકોને પણ આધુનિક સુવિધાઓ સાથે હેરિટેજ માર્કેટનો અનુભવ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *