Connect with us

ગુજરાત

સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી, રાજ્ય સરકાર આ તારીખે કરશે ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચૂકવણી

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

ગુજરાત

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

Published

on

By

વધુ 310 જગ્યાઓ પણ કરાર આધારિત ભરવામાં આવશે

દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.


રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી. એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.

Continue Reading

ગુજરાત

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Published

on

By

વિવિધ સેવાઓ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એક જ જગ્યાએ ફરિયાદ થઈ શકશે, ફરિયાદ નોંધાવવા જતાં હવે ચાર્જ કપાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમ આજ તા.16/10/2024, બુધવાર સવારે 10:30 કલાકે અમીન માર્ગ સિવિક સેન્ટર, અમીન માર્ગખાતે યોજાયો.

ભારત સરકારના Ministry of Communication Information Technology“p Department Of Teleco mmunications (DOT દ્વારા ભારતની તમામ મહાનગર પાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે આ નંબર 155304ને ઈફયિંલજ્ઞિુ1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાતપણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. તેમજ – અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે જઝઉ ઈજ્ઞમય પર પણ અવેલેબલ થશે.


આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 ઞતયિ જઈંઙ કશક્ષય) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.


આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે. જો કે, આ નંબર ટોલફ્રી ન હોવાથી નાગરિકોના ફોનમાંથી ચાર્જ કપાશે.

અગાઉના નંબર 0281-245007 અને 1800-123-1973ની સેવા બંધ કરાશે

રાજકોટ મનપા દ્વારા નવો કમ્પ્લેઈન નંબર જાહેર કરાતા અગાઉ ફરિયાદ નોંધાવા માટે વપરાતા નંબર 0281-245007 અને ટોલફ્રી નંબર 1800-123-1973ની જગ્યાએ લોકોએ હવે 155304 નંબર પર ફરિયાદ નોંધાવી પડશે અગાઉના બંને નંબરની જગ્યાએ હવે એક જ નંબર પર રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગની સેવાઓ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે.

Continue Reading

ગુજરાત

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

Published

on

By

આયોજકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં: અરજીના 15 દિવસ બાદ પણ જવાબ નહીં મળ્યો હોવાના આક્ષેપ

દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતી દ્વારા શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ મનપા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ બાબતે કોઇ જવાબ નહીં આપતા આયોજકો દ્વારા આજે સાંજે ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરી માતાજીની આરતી કરાશે.


આ અંગે આયોજક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ સૈનિક નટુભા ઝાલા, નલીનભાઇ ચૌહાણ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના પ્રમુખ હેમાબેન કક્કડ, લીગલ એડવાઇઝર ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી શરદ પૂર્ણિમાએ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 15 દિવસ અગાઉ ગ્રાઉન્ડ માટેની અરજી કરવા છતા પણ મહાપાલિકા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા મંજુરી માટે કોઇ જાણ કરવામાં આવી નથી. અનેક વખત જાણકારી માંગવા છતા પણ જવાબ આપવામાં આવતો નથી અને અરજીની પ્રક્રીયા કેટલે પહોંચી તે અંગે પણ જણાવવામાં આવતું નથી.


કોર્પોરેશન દ્વારા અર્વાચીન ગરબા માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે છે કોઇ ચોકકસ સમાજને આપો છો ત્યારે અમે લોકો સર્વે સમાજની દિકરીઓ અને બહેનો માટે આયોજન કરીએ છીએ. તેમાં પણ તંત્ર દ્વારા રોડા નાખવામાં આવે છે. આવતીકાલે શરદોત્સવ હોય અમને હજુ સુધી ગ્રાઉન્ડ ફાળવવા બાબતે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમારા આયોજન અંગે પણ મુંઝવણ ઉભી થાય છે. છતા પણ અમે આજે સાંજે હાઇસ્કુલ ખાતે તંત્રની તાનાશાહી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને માતાજીની આરતી પણ કરાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ધક્કા ખાવા છતા પણ મનપા અને હાઇસ્કુલના સતાધીશો દ્વારા કોઇપણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી અને અરજીની પ્રક્રીયા અંગે પણ માહિતી આપવામાં આવતી નહી હોવાથી આ પ્રશ્ન આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં મુકવામાં આવશે.

Continue Reading
રાષ્ટ્રીય13 mins ago

3 દિવસમાં 12 ફ્લાઈટને બોમ્બની ધમકી…ફેક ઈન્ફર્મેશન આપનારને મળશે આવી સજા

મનોરંજન25 mins ago

રકુલ પ્રીત સિંહને બેલ્ટ વિના 80 કિલો વજન ઉંચકવું પડ્યું ભારે, પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા

આંતરરાષ્ટ્રીય31 mins ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય52 mins ago

સ્પેકટ્રમ વોર, જિયો- એરટેલનો મસ્ક-બેઝોસ સામે ખુલ્લો વિરોધ

ગુજરાત58 mins ago

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

રાષ્ટ્રીય59 mins ago

દિવાળી 31 ઓક્ટોબરે ઉજવાશે, ધાર્મિક સભામાં લેવાયો નિર્ણય

ગુજરાત1 hour ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

રાષ્ટ્રીય1 hour ago

નશાબંધી રાજ્ય બિહારમાં લઠ્ઠાકાંડ સાતથી વધુ મોત, 12 ગંભીર

ગુજરાત1 hour ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

રાષ્ટ્રીય1 hour ago

ચારધામ યાત્રા અંતિમ તબક્કામાં 41 લાખથી વધુ યાત્રિકો આવ્યા

ક્રાઇમ1 day ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય1 day ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત1 day ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત1 day ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત1 day ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત1 day ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

આંતરરાષ્ટ્રીય1 day ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

આંતરરાષ્ટ્રીય1 day ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

ગુજરાત1 day ago

ટેક્સટાઈલ યુનિટ સ્થાપવા 35 ટકા સુધી સબસિડી

આંતરરાષ્ટ્રીય1 day ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

Trending