તારીખ 16 ફેબ્રુઆરી 2025 રવિવાર ના દિવસે રાજકોટ માં વિરાણી હાઈસ્કૂલ ના મુખ્ય સભાગૃહ માં સંસ્કૃતિ આર્ય ગુરુકુલ તથા ફાલ્કન વેલ્ફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે દિવ્ય સંતતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું, દિવ્ય સંતતિ યજ્ઞ (ચરકસહીંતોક્ત) માં આયુર્વેદ ની ચરક સંહિતા પ્રમાણે વિશ્વનાથ ગુરુજીએ વર્ષો પહેલા આ યજ્ઞ ની રૂૂપરેખા તૈયાર કરી હતી, જેમાં દિવ્ય ઔષધિઓ ની આહુતિઓ સાથે દેવપૂજન, ચિકિતા ઉપક્રમ, તથા શૈક્ષણિક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા મેહુલભાઈ આચાર્ય તેમજ સંવાદ સંચાલનકર્તા કમલનયનભાઈ સોજીત્રા એ કરી હતી. યજ્ઞકર્તા તરીકે ગુરુકુળ ના આચાર્ય હિતેશભાઈ તથા વૈધ તરીકે પૂજાબેન માકડિયા, શ્રદ્ધાબેન વ્યાસ, ભૂમિતભાઈ માકડિયા એ સેવા પ્રદાન કરેલ હતી.
ડો.મેહુલભાઈ આચાર્ય વિષય ઉદ્બોધન કરેલ, કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પમ્પસ પ્રા. લી.) દ્વારા આગતા સ્વાગતા તેમજ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું
વિરાણી સ્કૂલ ના ટ્રસ્ટી જેન્તીભાઈ રાજકોટીયા, ગોપાલભાઈ દેસાઈ, સિદ્ધાર્થભાઈ જીવાણી, ડો, પ્રદીપ કણસાગરા (સવાણી કિડની હોસ્પિટલ), રાજભાઈ હદવાણી (ગોપાલ નમકીન ), પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ જીવાણી (સક્ષમ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) વલ્લભભાઈ ધિગાણી (આદિત્ય એન્જિનિયર)એ હાજરી આપી હતી, તેમજ કાર્યકર્તાઓ નો ઉત્સાહ વધારેલ, આ આ યજ્ઞ માં રાજકોટ માંથી સર્વસમાજ સામાજિક સમરસતા ના ભાવ સાથે કુલ 38 નવદંપતિઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, તેમજ આયુર્વેદ તેમજ વેદ ના જ્ઞાન નો લાભ લઈ દિવ્ય સંતતિ માટેના નિયમો નાપાલન કરવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો.
યજ્ઞ ના પ્રથમ સત્ર માં. ડો. મેહુલભાઈ આચાર્ય એ દિવ્ય સંતતિ યજ્ઞ કરવાથી રાષ્ટ્રને ઉત્તમ સંતતિ અને યુવાન દંપતિ નું રાષ્ટ્ર માટે યોગદાન ઉપર વ્યાખ્યાન અને સમજ આપવામા આવી હતી યજ્ઞ બાદ ભોજન પ્રસાદ અને ત્યારબાદ બીજા સત્ર માં આયુર્વેદ નું મહત્વ અને આયુર્વેદ દ્વારા દીર્ઘ નિરોગી જીવન ડો. મેહુલભાઈ આચાર્ય એ વક્તવ્ય આપ્યું હતું અને વચ્ચે ના સેશન માં પદ્મશ્રી હેમંત ભાઈ ચૌહાણ દ્વારા શિવ સ્ત્રોત નું પઠન કરી ને આ યજ્ઞ ને દિવ્ય ભવ્ય બનાવવામાં આવ્યો હતો, અંતમાં ફાલ્કન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા દંપતીઓ ને પ્રસાદ, કીટ આપવામાં આવી હતી, જ્ઞાન પૂર્ણ યાગની ઉજવણી સાત્વિક ભાવ સાથે સંપન્ન થઈ હતી.
