મહેમદાવાદમાં ચૂંટણી પરિણામો બાદ લોરેન્સ બિશ્ર્નોઇના પોસ્ટર લહેરાયા

મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં ચૂંટણી ટાણે મોટી ઘટના ઘટી હતી. જેમાં મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. ભારે પોલીસ…

મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં ચૂંટણી ટાણે મોટી ઘટના ઘટી હતી. જેમાં મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવવામાં આવતાના વીડિયો વાયરલ થયા હતા.સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ પોલીસની નજર લોરેન્સના પોસ્ટર ફરકાવતા લોકો પર પડતા પોલીસ કડક કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે સમર્થકને લાફો મારીને પોલીસ વાહન તરફ ધસેડી ગયા હતા. આ સમયે ભારે ધમાલ મચી ગઇ હતી. પોલીસે કેટલાટ કાર્યકરોની અટકાયત પણ કરી હોવાનુ જાણવા મળે છે. જો કે, લોરેન્સ બિશ્ર્નોઇના પોસ્ટર કોણે ફરકાવ્યા હતા. તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ ચૂંટણી પરિણામો બાદ ઉન્માદમાં લોરેન્સ બિશ્ર્નોઇના પોસ્ટરો લહેરાવાતા ભારે ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *