બિલ્ડરો અને તેમના કોન્ટ્રાક્ટરો મારફતે ફેલાવવામાં આવતી ગંદકી બાબતે રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સાનિધ્ય રેસિડેન્ટ ધારકો આજે કલેકટર કચેરી ખાતે આયોજનપત્ર આપવા માટે પહોંચ્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાનિધ્ય 254 ના રેસીડેન્સીયલ પ્રોજેક્ટમાં સર્વે ફ્લેટ ધારક રહેણાંક ધરાવે છે ટોટલ ત્રણ વિંગ છે તેમાં 130 ફ્લેટ ધારકો રહે છે અમારા રહેણાંક બિલ્ડીંગ ની સામે અને જમણી બાજુમાં ઓરબીટ ગાર્ડન નામના પ્રોજેક્ટનું ક્ધસ્ટ્રક્શન કામ ચાલુ છે. તેમના કોન્ટ્રાક્ટરના માણસો અમારી સામેની ખુલ્લી જગ્યામાં ગંદકી ફેલાવે છે બહુ બધો કચરો ફેંકે છે તેમજ ખુલ્લામાં સંડાસ- બાથરૂૂમ કરે છે. બહુ બધા વૃક્ષોને પણ નુકસાન કરે છે આ બાબતે અમે અવારનવાર બિલ્ડર સાથે પણ રકજક કરેલ છે તેઓએ હજુ સુધી અમલ કર્યો નથી. મોદીના કહેવા પ્રમાણે સ્વચ્છ ભારતનું કોઈ મૂલ્ય આમાં રહેતું નથી આ જગ્યા સરકારી છે સરકારી જગ્યામાં મજૂરોને રહેવા દઈ કોર્પોરેશન બિલ્ડરને છાવરવામાં આવતા હોવાની રજૂઆત રહેવાસીઓ દ્વારા કલેક્ટરને આજે કરવામાં આવી હતી.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક બિલ્ડરો દ્વારા ફેલાવાતી ગંદકી
બિલ્ડરો અને તેમના કોન્ટ્રાક્ટરો મારફતે ફેલાવવામાં આવતી ગંદકી બાબતે રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સાનિધ્ય રેસિડેન્ટ ધારકો આજે કલેકટર કચેરી ખાતે આયોજનપત્ર આપવા…
