દિપ્તી જીવનજીએ 400 મીટર દોડમાં નવા રેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. 20 ઑક્ટોબરના રોજ એથ્લેટિક્સમાં દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં…

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. 20 ઑક્ટોબરના રોજ એથ્લેટિક્સમાં દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને નવો ગેમ્સ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બીજી તરફ, અનુભવી પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી ભારતના મેડલ ટેલીમાં વધારો કર્યો છે. આ સાથે ભારતે 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે 13 મેડલ મેળવ્યા છે.

ભારતીય પેરા એથ્લીટ દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20 રેસમાં 56.36 સેક્ધડનો સમય નોંધાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શન સાથે તેમણે એશિયન પેરા ગેમ્સનો નવો રેકોર્ડ બનાવ્યો છે. દીપ્તિની આ જીત ભારત માટે સ્પર્ધાનો પાંચમો સુવર્ણ ચંદ્રક બની છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં બ્રોન્ઝ મેડલ જીતનાર દીપ્તિએ રેસની શરૂૂઆતથી જ પોતાની ઝડપ અને મજબૂત રમતનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જાપાનની નીના કાનોને બે સેક્ધડથી વધુના અંતરથી પાછળ રાખી હતી. કાનોએ 58.92 સેક્ધડમાં રેસ પૂર્ણ કરીને સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે જાપાનની અકાને કાટોએ 1 મિનિટ 0.26 સેક્ધડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દીપ્તિની આ સિદ્ધિથી ભારતીય પેરા સ્પોર્ટ્સને વધુ મજબૂતી મળી છે.

ભારતની અનુભવી પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે મહિલા સિંગલ્સની ક્લાસ 4-5 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. સેમિફાઇનલમાં તેમનો મુકાબલો ચીનની ઝાંગ બિયાન સામે થયો હતો, જેમાં ભાવિનાને 7-11, 5-11 અને 7-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં સિલ્વર મેડલ જીતી ચૂકેલી ભાવિના આ હાર સાથે સિંગલ્સ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. જોકે, સેમિફાઇનલ સુધી પહોંચવાને કારણે તેમણે ભારત માટે બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો હતો.

પેરા બેડમિન્ટનમાં ભારતીય જોડી પ્રમોદ ભગત અને મનીષા રામદાસે મિક્સ્ડ ડબલ્સની SL3-SU5 કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની ચનિદા શ્રીનાવાકુલ અને સિરિપોંગ ટીમારરોમની જોડીને 21-15 અને 21-14થી હરાવી હતી. માત્ર 25 મિનિટ ચાલેલી આ મેચમાં સીધી ગેમમાં જીત મેળવી ભારતીય જોડીએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાકો થયો છે.

એશિયન પેરા ગેમ્સની તીરંદાજી સ્પર્ધામાં પણ ભારતીય ખેલાડીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. રિકર્વ કેટેગરીમાં હરવિન્દર સિંહ અને ભાવનાએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, કમ્પાઉન્ડ કેટેગરીમાં શીતલ દેવી, પાયલ નાગ, તોમન કુમાર અને શ્યામ સુંદર સ્વામીએ પણ અંતિમ આઠમાં પ્રવેશ કર્યો છે. એથ્લેટિક્સ, પેરા ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને તીરંદાજીમાં મળેલી સફળતાથી ભારતીય ટીમનો ઉત્સાહ વધ્યો છે.

પ્રથમ દિવસે મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1સ્પર્ધામાં ભારતે એકસાથે ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ જીતીને ડબલ પોડિયમ ફિનિશ મેળવ્યો હતો. આ ઇવેન્ટમાં મોના અગ્રવાલે 250.0 પોઇન્ટ્સનો સચોટ સ્કોર બનાવીને દેશ માટે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. મોનાએ આ શાનદાર સ્કોર સાથે એશિયન પેરા ગેમ્સનો અગાઉનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. બીજી તરફ, ભારતની સ્ટાર પેરા શૂટર અવની લેખરાએ પણ ઉત્કૃષ્ટ લડત આપતાં સિલ્વર મેડલ જીતીને દેશની શાન વધારી હતી.

એથ્લેટિક્સ ટ્રેક અને ફિલ્ડ પર પણ ભારતીય પેરા એથ્લેટ્સનો વિજયરથ અવિરત આગળ વધતો રહ્યો હતો. પુરુષોની ઝ47 લાંબી કૂદ (લોંગ જમ્પ) ઇવેન્ટમાં નિષાદ કુમારે 7.11 મીટરનો દમદાર કૂદકો લગાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની ઋ46 ભાલા ફેંક (જેવલિન થ્રો) સ્પર્ધામાં રિંકુ હુડ્ડાએ પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આ જ ઇવેન્ટમાં સાથી દેશબંધુ અજિત સિંહ યાદવે રિંકુને આકરી ટક્કર આપીને દેશ માટે સિલ્વર મેડલ સુરક્ષિત કર્યો હતો.

મહિલાઓની 1500 મીટર દોડની T12 અને T13 ઇવેન્ટમાં સૌમ્યાએ સુવર્ણ સફળતા મેળવતાં પહેલું સ્થાન મેળવ્યું હતું. જ્યારે રાધા વેંકટેશે બીજા ક્રમે રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલા 1500 મીટર T11 રેસમાં રાવની વલાસાનેનીએ કાંસાનો મેડલ જીત્યો હતો. ટ્રેક અને ફિલ્ડ સિવાય અન્ય સ્પર્ધાઓમાં પણ ભારતે પોતાની ક્ષમતા પુરવાર કરી હતી. પેરા-જુડોમાં મહિલાઓની ઉં2-52 કિલોગ્રામ સ્પર્ધામાં કોકિલા કૌશિકલાટે શ્રેષ્ઠ ટેકનિક દાખવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે પુરુષોની J1-70 કિલોગ્રામ પેરા-જુડો સ્પર્ધામાં કપિલ પરમારે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ વોટર સ્પોર્ટ્સમાં પણ ભારતીય તરવૈયાઓએ પોતાનો પ્રભાવ બતાવ્યો હતો. પેરા-સ્વિમિંગમાં પુરુષોની 100 મીટર ફ્રીસ્ટાઇલ S13ઇવેન્ટમાં રવિ કાર્તિક બુડિગીનાએ શાનદાર ઝડપ દર્શાવી સિલ્વર મેડલ જીત્યો હતો. આ તમામ મેડલો સાથે ભારતનું પ્રદર્શન પ્રથમ દિવસે અત્યંત પ્રભાવશાળી અને આશાસ્પદ રહ્યું છે.

ગોલ્ડ મેડલ માતાને અર્પણ કરતા રિન્કુ હુડા
ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હરિયાણાનો 27 વર્ષીય રિન્કુ હૂડા જોઈએ એટલો ખુશ નહોતો, કારણકે બે મહિના પહેલાં તેના મમ્મીનું દેહાંત થયું હતું એટલે તે ભારે હૃદયે આ રમતોત્સવમાં ભાગ લેવા આવ્યો છે. જોકે રિન્કુ હૂડાને એ વાતની ખુશી પણ હતી કે તે અહીં ચેમ્પિયનપદ મેળવીને એ ગોલ્ડ મેડલ સદગત માતાને અર્પણ કરી શક્યો હતો. રિન્કુનો ડાબો હાથ કૃત્રિમ છે. તે 2024ની પેરાલિમ્પિક્સમાં પાંચમા સ્થાને રહેતાં મેડલ નહોતો જીતી શક્યો. ત્યારે તેના મમ્મી પણ થોડા નિરાશ થયા હતા, પણ હવે રિન્કુની કમનસીબી એ છે કે તે એશિયન પેરા ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેના મમ્મી હયાત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *