જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીનું બદલી આદેશ બાદ સ્થળાંતર થતાં તેઓએ ગત શનિવારે સાંજે પોતાના હોદાનો ચાર્જ મુક્ત કર્યો હતો. ત્યારબાદ આજે જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો.
આજે સવારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચેલા નવા કમિશ્નર દીપેશ કેડિયાએ સૌપ્રથમ કમિશ્નર કચેરી તેમજ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે સત્તાવાર રીતે પોતાના હોદાનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ નવા કમિશ્નરે પોતાના પર્સનલ આસિસ્ટન્ટ સહિત અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી અને શહેરના વહીવટી કાર્યો, ચાલી રહેલા વિકાસકામો તેમજ મહાનગર પાલિકાની કામગીરી અંગે માહિતી મેળવી હતી. નવા કમિશ્નર દીપેશ કેડિયાના આગમનથી મહાનગર પાલિકાની કામગીરીમાં વધુ ગતિ અને સુચારુ વહીવટની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
