મોરબીના રફાળેશ્ર્વરમાં પિતાના વિરહમાં પુત્રીએ એસિડ પી લીધું

મોરબીના રફાળેશ્વર ગામે રહેતી યુવતીએ પિતાના વિરહમાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ…

મોરબીના રફાળેશ્વર ગામે રહેતી યુવતીએ પિતાના વિરહમાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી વર્ષાબેન દેવજીભાઈ ચાવડા નામની 18 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે સાત વર્ષ પહેલા મૃત્યુ પામેલા પિતા દેવજીભાઈ ચાવડાના ફોટા સામું જોઈ પિતાના વિરહમાં એસિડ પી લીધું હતું. વર્ષાબેન ચાવડાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં લોધિકાના મેટોડા ગામે રહેતી ભાગ્યશ્રીબેન જયપાલભાઈ બગડા નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના સમયે એએડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ભાગ્યશ્રીબેન બગડાના પતિને જામનગરમાં બાંધકામનો કોન્ટ્રાક્ટ ચાલે છે અને પતિ જયપાલભાઈ બગડા સાથે ફોનમાં ઝઘડો થતા ભાગ્યશ્રીબેન બગડાએ એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *