ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ચીફ સિલેક્ટર પદને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલનું નામ આ પદ માટે સૌથી આગળ હોવાની ચર્ચા હતી. જોકે, અરજી કરવાની અંતિમ તારીખ સુધી તેમણે ફોર્મ ભર્યું નહોતું. મીડિયા અહેવાલો અનુસાર, નાણાકીય કારણોસર પાર્થિવે આ જવાબદારીથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. BCCI આ પદ માટે વાર્ષિક 3 કરોડ રૂૂપિયાનો પગાર આપે છે, પરંતુ પાર્થિવની અન્ય વ્યાવસાયિક આવકની સરખામણીમાં આ ઓફર ફાયદાકારક ન હોવાનું કહેવાય છે.
મુખ્ય પસંદગીકાર બન્યા બાદ પાર્થિવ પટેલે ગુજરાત ટાઇટન્સ સાથેની પોતાની કોચિંગની ભૂમિકા અને વિવિધ પ્લેટફોર્મ પર કોમેન્ટ્રી જેવા કામ છોડવા પડે તેમ હતાં. આ કામગીરીમાંથી થતી તેમની કુલ આવક BCCIના પગાર કરતાં વધુ હોવાનો મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે. પાર્થિવના પાછળ હટ્યા બાદ હાલમાં દક્ષિણ ઝોનના પસંદગીકાર પ્રજ્ઞાન ઓઝા આ જવાબદારી સંભાળી રહ્યા છે. બીજી તરફ, વસીમ જાફર અને રમેશ પોવાર જેવા પૂર્વ ક્રિકેટરોના નામ પણ ચર્ચામાં છે.
આ દરમિયાન, ભારતીય ટીમના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના યુટ્યુબ ચેનલ પર પસંદગીકારોના પગારનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના મતે, મુખ્ય પસંદગીકારનો પગાર ભારતીય ટીમના મુખ્ય કોચ જેટલો હોવો જોઈએ. પસંદગીકાર બન્યા બાદ હિતોના ટકરાવના નિયમોને કારણે મીડિયા, કોમેન્ટ્રી અને ઈંઙક ટીમો સાથે કોચિંગ જેવી અનેક તકો મર્યાદિત થઈ જાય છે. આ ઉપરાંત, પસંદગીકારોએ વર્ષભર રણજી ટ્રોફી, સ્થાનિક ક્રિકેટ અને ઈંઙક પર નજર રાખવી પડે છે. અશ્વિનના મતે, આ જવાબદારી માટે મોટા અને અનુભવી પૂર્વ ક્રિકેટરોને આકર્ષવા BCCI એ પગાર અને સુવિધાઓ અંગે ફરી વિચાર કરવાની જરૂૂર છે.
