વ્યક્તિની કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામના વિકલ્પ તરીકે વપરાતી કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ શરીરમાંના બિનજરૂૂરી પદાર્થો દૂર કરવાનું અને શરીરમાં પ્રવાહીનું ચોક્કસ પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. બન્ને કિડની કામ ન કરતી હોય તેવીવ્યક્તિઓનું જીવન સંપૂર્ણપણે ડાયાલિસિસ પર નિર્ભર હોય છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 03(ત્રણ) આરોગ્ય કેન્દ્રો ખાતે કિડનીના રોગની સારવાર લેતા દર્દીઓ માટે આશીર્વાદરૂૂપ ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં શહેરના નાના મૌવા, કોઠારીયા અને શ્યામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 06(છ) મશીન કાર્યરત થશે.આ ડાયાલિસિસ મશીનનું તા.24/07/2025, ગુરૂૂવારના રોજ સવારે 10:00 કલાકે નાનામૌવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકાર્પણ કરવામાં આવનાર છે.આ ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમનાઅધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડો.પ્રફુલ ગજ્જર, ડો.જીતેન્દ્ર અમલાણી, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, વોર્ડ સંગઠનના હોદેદારો, આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ડાયાલિસિસ મશીનની સુવિધા શહેરના નાના મૌવા, કોઠારીયા અને શ્યામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ આરોગ્ય કેન્દ્ર ખાતે 06(છ) મશીન કાર્યરત રહેશે અને ડાયાલિસિસનો સમય સવારે 09:00 કલાકથી સાંજે 06:00 કલાક સુધી રહેશે.
