ધ્રોલ એસટી ડેપોના મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરી દેવાતાં ચકચાર

જામનગર જિલ્લાના ધ્રોળ એસટી ડેપોના મેનેજરને એસ.ટી. ડિવિઝન દ્વારા સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કરાયો છે, જેને લઈને એસ.ટી ડિવિઝનમાં ચકચાર જાગી છે. સોશિયલ મીડિયામાં એક…

જામનગર જિલ્લાના ધ્રોળ એસટી ડેપોના મેનેજરને એસ.ટી. ડિવિઝન દ્વારા સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કરાયો છે, જેને લઈને એસ.ટી ડિવિઝનમાં ચકચાર જાગી છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયા બાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના ધ્રોળ એસ.ટી. ડેપો ના મેનેજર રફીક શેખને એસ.ટી. ડિવિઝન દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અને તેઓની જામજોધપુરના એસટી ડેપોમાં બદલી કરી દેવામાં આવી છે. દ્વારકા-રાજકોટ રૂૂટની બસના ટાયરમાં બ્લાસ્ટ થયા બાદ બસને રીપેર કરી નહીં દેતાં તે અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી. જેના આધારે તેની બદલી નો ઓર્ડર કરાયો હતો, અને તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેઓની જામજોધપુર એસ.ટી. ડેપોમાં બદલી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *