ધોરાજી તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના ગુનામાં વર્ષ 2024થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના…

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશનના ગુનામાં વર્ષ 2024થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડો. એમ.એમ. ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ-સી ગુનો રજીસ્ટર નં. 112130950435/2024 હેઠળ પ્રોહીબીશન અધિનિયમની કલમ 65(એ)(ઇ), 116(બી), 98(2), 81 મુજબ ગુનામાં મુખ્ય આરોપી તરીકે ગૌતમભાઈ પ્રકાશચંદ્ર સેન (ઉ.વ. 29), રહે. કુંભારોકા મહોલ્લા, કાનોડ રોડ, ડુંગલા, જી. ચિતોડગઢ (રાજસ્થાન) વર્ષ 2024થી નાસતો ફરતો હતો.

ધોરાજી તાલુકા પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પણ વર્ષ 2021માં પ્રોહીબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *