ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ કે.એસ.ગરચર સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પો.સબ.ઇન્સ આર.બી.બલદાણીયા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે જુનાગઢ ફેમેલી કોર્ટના ફોજદારી અને કેશોદ ફેમીલી કોર્ટના કામે નાસતા ફરતા આરોપીની ટેક્નીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ.વાસુદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ રાજુભાઇ ભોળદરીયા નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત રાહે બાતમી હકીકત મળતા આરોપીને ધોરાજી દાતારવાડી બાલાજી હનુમાન પાસે તા.ધોરાજી જી.રાજકોટ વાળાને આરોપી પરેશભાઇ મનસુખભાઇ વઘાસીયા ઉ.વ.43 રહે. ધોરાજી બાલાજી હનુમાન પાસે દાતારવાડી તા.ધોરાજી જી.રાજકોટ રહેણાક મકાનમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલવા તજવીજ કરેલ છે.
દાઉદશા ઉર્ફે સદામ હુસેનશા સામદા ઉ.વ.37,રહે. ધોરાજી જુના કબ્રસ્તાન પાસે તા.ધોરાજી જી.રાજકોટ
આ કામગીરીમાં પીઆઈ.શ્રી.કે.એસ.ગરચર, PSI શ્રી.આર.બી.બલદાણીયા, ASI મહેશભાઇ રાડા, HC વાસુદેવસિંહ જાડેજા, HC નારણભાઈ પંપાણીયા, PC રાજુભાઇ ભોળદરીયા, PC બળદેવભાઇ છેલાણા, PC હર્ષદભાઇ સોઢા (SDPO કચેરી) અધિકારી કર્મચારીઓ જોડાયા હતાં.
