ડી.એચ. કોલેજમાં કાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ

સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી દ્વારા યાદગાર ગીતો રજૂ કરાશે, મેયર એવોર્ડ અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામથી નવાજાશે, સ્થળ તપાસ કરતા અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાના…

સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી દ્વારા યાદગાર ગીતો રજૂ કરાશે, મેયર એવોર્ડ અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામથી નવાજાશે, સ્થળ તપાસ કરતા અધિકારીઓ


રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનજયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે,રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે.રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે.

મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 51-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપેઆગામી તા.19/11/2024, મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુાત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટકાર્યક્રમનું આયોજન કરેલ છે.
વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્વ્પૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિ ત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય સામાજિક અગ્રણી શ્રી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ)ના વરદ હસ્તે. કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *