રાજકોટમાં પ્રથમ વખત DGP કપ હેન્ડબોલ સ્પર્ધા

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક સાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની…

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક સાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ 2026-27 નું તારીખ 22/08/2026 થી 24/08/2026 સુધી ત્રણ દિવસ માટે ફુટબોલ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂૂષોની 08 તથા મહિલાઓની 06 ટીમોએ આ હરિફાઇમાં ભાગ લીધેલ છે.

હેન્ડબોલ સ્પર્ધા આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ચાર્જ પોલીસ કમિશ્રર ચૈતન્ય મંડલીકનાઓ ઉપસ્થિત રહેલ. જ્યારે અન્ય અધિકારીઓમાં નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ જગદીશ બાંગરવા, નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-1 હેતલ પટેલ તેમજ તમામ એસીપીઓ, પો.ઇન્સ. ઉપસ્થિત રહેલ હતા.

રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક સા એ પોતાના ઉદબોધનમાં હરીફાઇમાં ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલ તમામ ટીમોનુ અભિવાદન કરી ખેલાડીઓને ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂૂ પ્રદર્શન કરી ગુજરાત પોલીસનુ નામ રોશન કરવા જણાવેલ. ડીજીપી કપ હેન્ડબોલ ક્લસ્ટર 2026-27નુ આયોજન રાજકોટ શહેર ખાતે પ્રથમ વખત કરવામાં આવેલ છે, રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શુટીંગ રેન્જ, પીકલબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફિટનેસ સેન્ટર, ફુટબોલ વિગેરે રમત ગમતની ભવ્ય સુવિધાઓ ઉપલબ્ધ હોય જેનો લાભ લેવા જણાવેલ હતુ. આ હરીફાઇમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ટુર્નામેન્ટ ખુલ્લી મુકી હતી. આ હરીફાઇને સફળ બનાવવા રાજકોટ શહેર પોલીસ ટીમ સતત પ્રયત્નશીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *