દ્વારકાધીશ જગતમંદિરે વસંતત્રુતુંના અનેરા વધામણા રૂપે દ્વારકાધીશ ને શિંગાર તથા સંધ્યા આરતીમાં ઠાકોરજી તેમજ ભાવિકોને પુજારી પરીવારે અબિલ ગુલાલના રંગોથી રમાડ્યા હતા. ઠાકોરજીને ચાંદીની પિચકારી તેમજ અબિલ-ગુલાલના પોટલી ધરાવવામાં આવી હતી.
ઠાકોરજી સંગ ભાવિકો રંગે રંગાયા હતા. ઠાકોરજીને બન્ને આરતી સમયે અબીલ- ગુલાલની પોટલી ધરી તેમાથી ફુલડોલ સુધી રોજ દર્શનાથી ઓને નિજ સભા મંડપમાં રંગે રમાડાશે હોળાષ્ટકનો પ્રારંભ થતા શ્રીજીને અબિલ ગુલાલની પોટલી ધરી નિજ મંદિર પટાગણમાં દર્શનાથીઓને ઠાકોરજીના પ્રસાદ રૂપે રંગોથી રમાડાયા હતા. (તસવીર: અશોક ભાતેલિયા-દ્વારકા)
