સોમનાથ મહાદેવની મહાશિવરાત્રી નિમિત્તે ભક્તો કરી શકે ઘરબેઠા બિલ્વ પૂજા

શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. આપેલ QR તથા…

શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા મહાશિવરાત્રીના પર્વ પર શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. આપેલ QR તથા શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટsomnath.org પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠાનોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવ ને પૂજારીશ્રી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકસે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ આ પુજાનું લોન્ચીંગ શ્રી સોમનાથ મંદિરના મુખ્ય પુજારીશ્રી ના હસ્તે અભિજીત મુહર્તમાં કરવામાં આવેલુ હતું. ત્યાર બાદ પ્રથમ પૂજા નોંધાવી પુજાનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ હતો. જેમાં ટ્રસ્ટના અધિકારીઓ તેમજ ભક્તો જોડાયા હતા. વિશેષમાં આ વર્ષ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનું નક્કિ કરવામાં આવેલ છે, ત્યારે આ બિલ્વ પૂજાનો લાભ લઇ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં જોડાવાનો લાભ લેવા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે.

છેલ્લા 3 વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી અને શ્રાવણ પર્વે ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા શરૂૂ કરવામાં આવી રહી છે. જેમાંમોટી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવનેબિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 12.65 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી છે અને આ પૂજાના પ્રસાદ સ્વરૂૂપે રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા છે. શાસ્ત્રોમાંશિવજીનેબિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતાકેહવાયુ છે કે શિવજીને ત્રણ પર્ણ વાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોનાપાપો નાશ પામે છે.

પવિત્ર મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર 25₹ ની ન્યોછાવર રાશિ થી બીલીપત્ર પૂજનનાપુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલાએડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂૂપે મોકલશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ ભકતોને બિલ્વપુજાના યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી લાઈવ દર્શન કરાવશે. ત્યારે મહાશિવરાત્રિ-2026 પર શ્રી સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર 25₹ બિલવપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાંઅનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ અથવા સ્ક્રીન પર આપેલ ચછ કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *