નેપાળ-તિબેટ સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા ભયાનક પૂરે ભારે વિનાશ સર્જાયો છે. આ વિનાશક પૂરમાં આશરે 165 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 1100 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂરને કારણે 19 પુલ, લગભગ 40 કિલોમીટર રસ્તાઓ અને 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ તબાહ થઈ ગયા અને અનેક વાહનો જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે. નેપાળ સેનાએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૨૫૦ થી વધુ લોકોને સફળતાપૂર્વક બચાવ્યા છે.
https://x.com/PTI_News/status/2092793920833163567
ગુમ થયેલા લોકોમાં કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ સહિત ઓછામાં ઓછા 133 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. એક અહેવાલ અનુસાર, 59 શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન સંપર્કવિહોણા બન્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં સંદેશાવ્યવહાર ઠપ થઈ જતાં ભારતીયો વિશે માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ ઉપરાંત તમિલનાડુ, કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોએ અસરગ્રસ્તો અને તેમના પરિવારજનો માટે મદદરૂપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
https://x.com/PTI_News/status/2092695379666170263
નેપાળના રસુવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. પૂરના તીવ્ર પ્રવાહમાં 19 પુલ અને 40 કિલોમીટર લાંબા રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ સિવાય આશરે એક ડઝન જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે રાહત કામગીરીમાં અવરોધ ઊભો થયો છે.
દરમિયાન નેપાળમાં આવેલા ભયંકર પૂરને પગલે ઉત્તર પ્રદેશ અને બિહારના અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગંડક, નારાયણી અને કોસી નદીઓમાં પાણીના સ્તર પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વહીવટીતંત્ર – જેમાં યુપીમાં મહારાજગંજ અને કુશીનગર તેમજ બિહારના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલય સહિત અનેક કેન્દ્રીય મંત્રાલયો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. બિહારના છ જિલ્લાઓમાં ખાસ તકેદારી રાખવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.
વધુમાં પ્રધાનમંત્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ સાથે ફોન પર વાત કરી અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં, ભારતના લોકો નેપાળમાં તેમના ભાઈઓ અને બહેનોની સાથે મજબૂતીથી ઉભા છે.
