મેળામાં ફૂડ વિભાગ ખડેપગે છતાં 750 કિલો વાસી ખોરાક ઝડપાયો

સંગ્રહ કરેલ બાફેલા બટેટા, ચટણી, કાપેલા શાકભાજી, મકાઇના લોટ, પાણીપુરીનું પાણી સહિતના વાસી જથ્થાનો નાશ લોક મેળામાં ખાણીપીણીના ધંધાથીઓ દ્વારા નબળી કવોલિટીનો માલ વેંચી ઉઘાડી…

સંગ્રહ કરેલ બાફેલા બટેટા, ચટણી, કાપેલા શાકભાજી, મકાઇના લોટ, પાણીપુરીનું પાણી સહિતના વાસી જથ્થાનો નાશ

લોક મેળામાં ખાણીપીણીના ધંધાથીઓ દ્વારા નબળી કવોલિટીનો માલ વેંચી ઉઘાડી લૂંટ ચલાવી લોકોના જનઆરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. મેળામાં ખાદ્યપર્દાથ ખાનાર બિમાર પડે તેવી કહેવત છે જે આ વર્ષ પણ સત્ય સાબિત થઇ હોય તેમ ફૂડ વિભાગ દ્વારા લોક મેળામાં સતત પાંચ દિવસ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ છતા અનેક ધંધાર્થીઓએ વાસી થઇ ગયેલ ખોરાકનો સંગ્રહ કરી વેચાણ કરવાનું ચાલુ રાખતા પાંચ દિવસમાં વાસી બાફેલા બટેટા, ચટણી, કાપેલા શાકભાજી, મકાઇના લોટ, પાણીપુરીનુ પાણી સહિતનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપર નાશ કર્યા બાદ અનેક ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ ઇસ્યુ કર્યા હતા.

શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટમાં યોજવામાં આવેલ શૌર્યનું સિંદુર લોકમેળા- 2025માં રાજકોટ મહાનગરપાલિકા- આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમ દ્વારા તા.14-08-2025 થી તા.18-08-2025 સુધી ખાદ્યચીજોનું વેચાણ કરતાં વિક્રેતાઓને તથા ફેરિયાઓનું સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન ના સ્ટાફ દ્વારા અવેરનેશ તથા ચકાસણી હાથ ધરવામાં આવેલ. જે અંગે કુલ 49 ધંધાર્થિઓને ટેમ્પ. લાઇસન્સ આપવામાં આવેલ તથા દરેક સ્ટોલ અને ફેરિયાઓ દ્વારા વેચાણ થતી પેક્ડ/ લુઝ તથા પ્રિપેર્ડ ખાદ્યચીજોની તપાસ કરવામાં આવેલ, સ્ટોલ તથા ખાદ્યચીજોના સ્ટોરેજની હાઇજેનિક કન્ડિશન તપાસવામાં કરવામાં આવેલ. જે દરમિયાન ખાદ્યચીજોને ફ્રાય કરવા માટે વપરાશમાં લેવાતું ખાદ્યતેલ પેક્ડ ખાદ્યચીજોની એક્સપાયરી/ઉત્પાદન તારીખ ચકાસવામાં આવેલ.

ફુડ વિભાગની ચકાસણી દરમિયાન ખાદ્યચીજોના સ્ટોલ અને ફેરિયાઓ દ્વારા વેંચાણ થતા બિન આરોગ્યપ્રદ રીતે ધૂળમાં જમીન પર રાખેલ બરફ 300 કિ.ગ્રા., વપરાશમાં લેવાતું દાઝીયુ ખાદ્યતેલ 70 કિ.ગ્રા., વાસી સડેલા બટેટા 44 કિ.ગ્રા., વાસી બાફેલા બટેટા 57 કિ.ગ્રા., મસાલાવાળા બટેટા 13 કિ.ગ્રા., પડતર મરચું પાવડર તથા એકપાયરી થયેલ ચાટ મસાલો 09 કિ.ગ્રા., તીખી ચટણી 14 કિ.ગ્રા., મીઠી ચટણી 52 કિ.ગ્રા., કોટિંગ લિક્વિડ 10 કિ.ગ્રા., વાસી ટોપરાનો મસાલો 05 કિ.ગ્રા., વાસી ઘુઘરા 08 કિ.ગ્રા., વાસી બ્રેડ પકોડા 37 કિ.ગ્રા., વાસી ખાટિયા ઢોકળા 08 કિ.ગ્રા., વાસી સડેલા -કાપેલા શાકભાજી 15 કિ.ગ્રા., વાસી ફ્રુટ 47 કિ.ગ્રા., ફરાળી ચીપ્સ માટે વપરાતો મકાઇનો લોટ 34 કિ.ગ્રા. ફરાળી ચટણી 15 કિ.ગ્રા., પાણિપુરીનું પાણી 08 લિટર, વાસી મીઠો પાન મસાલો 01 કિ.ગ્રા. મળીને અંદાજીત કુલ 747 કિ.ગ્રા. વાસી અખાધ્ય તથા એકપયાયરી થયેલ મળી આવેલ ખાદ્યાચીજોના લોકમેળામાં સ્થળ પર નાશ કરવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે હનુમાન મઢી થી રૈયા ચોકડી વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 04 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *