ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઠેરઠેર ગંદકીના થર જામ્યા, તંત્ર મૌન

ગોંડલ એસટી બસ સ્ટેશન ખાતે જાણે સ્વછતા અભિયાન ના ધજાગરા થતા હોય તેમ ઠેર ઠેર ગંદકી ના થર જોવા મળી રહ્યા હતા. તાજેતરમાં જ તંત્ર…

ગોંડલ એસટી બસ સ્ટેશન ખાતે જાણે સ્વછતા અભિયાન ના ધજાગરા થતા હોય તેમ ઠેર ઠેર ગંદકી ના થર જોવા મળી રહ્યા હતા. તાજેતરમાં જ તંત્ર દ્વારા સ્વછતા પખવાડિયું અંતર્ગત એસટીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ આ સફાઈ અભિયાન માત્ર કાગળોમાં જોવા મળી રહ્યું છે. સ્વછતા અભિયાન દરમિયાનના ગંદકીના ફોટા સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા તંત્ર પર સવાલો ઊભા થયા છે.

સ્વચ્છતા અભિયાન દરમિયાન સ્વછતા અભિયાનના સુપરવાઈઝ રાખવા, આગેવાનોને બોલાવી ફોટા પડાવવા જેવી બાબતોન ધજાગરા જોવા મળ્યા હતા. દરરોજ ની 500 થી વધો ટ્રીપો અને દસ હજાર થી વધુ મુસાફરો અવર જવર કરતા હોય ત્યારે સ્વછતા અનિવાર્ય બની રહે છે પરંતુ સ્વછતા નો કોન્ટ્રાક્ટ અપાયેલ એજન્સી મસમોટા બિલ મૂકી સ્વચ્છતાના સુપરવાઈઝર સાથેની સાંઠગાંઠ ખુલ્લી પડતી હોય ત્યારે આવી એજન્સી ને બ્લેકલિસ્ટ કરી દંડ ફટકારવામાં આવે તેમજ સુપરવાઈઝર પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *