સાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકી

જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે. જેણે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 21 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા…

જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે. જેણે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 21 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ છ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58, કૃષ્ણ કોલોનીમાં પુષ્પમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 303માં રહેતા અને બ્રાસપાર્ટ નો વ્યવસાય કરતા રાજેશભાઈ નરશીભાઈ કણજારીયા નામના વેપારી યુવાને જામનગરના છ જેટલા વ્યાજખોરો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગેરકાયદે વ્યાજ વસુલી પઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

વેપારી યુવાને ગત માર્ચ મહિનામાં પોતાની ધંધાની જરૂૂરિયાત માટે સૌપ્રથમ અમિત બાબુભાઈ ભાનુશાલી નામના વ્યક્તિ પાસેથી બે લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા, જેનું અત્યાર સુધીમાં પાંચ લાખ ચાલીસ હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ મુદ્દલ રકમની માંગણી કરી ધાક ધમકી અપાતી હતી. આ ઉપરાંત પ્રકાશભાઈ ભાનુશાલી નામના વ્યક્તિ પાસેથી 2,75,000 વ્યાજે લીધા પછી તેના બદલામાં છ લાખ રૂૂપિયા ચૂકવી આપ્યા હતા, જયારે વસંતભાઈ ભાનુશાળી પાસેથી એક લાખ રૂૂપિયા મેળવીને તેની સામે ત્રણ લાખ 60 હજાર જેટલું વ્યાજ ચૂકવી આપ્યું હતું.


આ ઉપરાંત શૈલેષભાઈ ઉર્ફે ભીખાભાઈ નામના વ્યક્તિ પાસેથી 25,000 રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેનું 32 હજાર રૂૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું, જયારે રવિ મહાજન નામના વ્યક્તિ પાસેથી 70,000 રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેનું 4,50,000 જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી આપ્યું હતું, જયારે સુમિત ભાઈ ચાંદ્રા પાસેથી 30,000 રૂૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે પણ 1,20,000 જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ વ્યક્તિઓ અવારનવાર મુદ્દલ રકમની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.જયાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ. કે. જાદવે તમામ છ આરોપીઓ સામે આઇપીસી કલમ 506-2 તેમજ મનીલેન્ડર્સ એક્ટ કલમ 5,39,40 અને 42 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તમામ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *